મહેસાણા જિલ્લાના વડનગર ખાતે તારીખ 12 અને 13 નવેમ્બરના રોજ સાંજે 07.00 કલાકથી તાના-રીરી મહોત્સવ તાના-રીરી ઉધાન ખાતે યોજાનાર છે.આ મહોત્સવમાં 12 તારીખે શુક્વારે સાંજે 7.00 કલાકે મુખ્યમંત્રી ઉપસ્થિતિ રહેનાર છે. 12 તારીખે પદ્મશ્રી કવિતા કૃષ્ણમુર્તિ મુંબઇ દ્વારા શાસ્ત્રીય ગાયન, ડો.વિરાજ અમર ભટ્ટ અમદાવાદ દ્વારા શાસ્ત્રીય ગાયન તેમજ એલ સુબ્રમણ્યમ મુંબઇ દ્વારા વાયોલીનની પ્રસ્તુતી કરવામાં આવનાર છે.
12 તારીખને શુક્રવારે યોજાનાર સંગીત મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી હર્ષ સંઘવી,સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ,સંસદ સભ્ય શારદાબેન પટેલ, સંસદ સભ્ય પાટણ ભરતસિંહ ડાભી, ઉંઝાના ધારાસભ્ય ડો આશાબેન પટેલ, ખેરાલુંના ધારાસભ્ય અમજલજી ઠાકોર ઉપસ્થિત રહેનાર છે.
પદ્મશ્રી કવિતા કૃષ્ણમુર્તિ અને ડો વિરાજ અમરભટ્ટને સંયુક્ત તાના-રીરી એવોર્ડ 2021 અર્પણ કરાશે
13 તારીખે શનિવારે સાંજે 6.00 કલાકે યોજાનાર તાના-રીરી મહોત્સવમાં નીરજ પરીખ અને વૃંદ અમદાવાદ દ્વારા કેશવ ગાન, પદ્મભૂષણ પંડીત વિશ્વ મોહન ભટ્ટ અને વૃંદ જયપુર દ્વારા ડેઝર્ટ સ્લાઇડ, રાકેશ ચૌરસીયા મુંબઇ દ્વારા બાસુરી અને સિતારજુગલબંધીની પ્રસ્તુતિ થનાર છે. શનિવારે સાંજે 7.00 કલાકે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તેમજ મહેસાણા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે ગુજરાતની અલૌકિક સંગીત બેલડી તાના-રીરીની સ્મૃતિમાં સમાપન સમારોહ યોજાનાર છે.
અત્રે ઉલ્લેખનીય છેકે તાના-રીરી મહોત્સવમાં દર વર્ષે તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે પણ તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ મુખ્યમંત્રીશ્રીના હસ્તે આપવામાં આવશે. પદ્મશ્રી કવિતા કિર્ષ્ણમુર્તિ અને ડો. વિરાજ અમર ભટ્ટ અમદાવાદને આ એવોર્ડ આપવામાં આવનાર છે.આ એવોર્ડમાં પ્રત્યેક એવોર્ડીને રૂ 2,50,000 નો ચેક, શાલ અને તામ્રપત્ર મુખ્યમંત્રીના હસ્તે એનાયત કરવામાં આવનાર છે.