ખંડણી અને છેતરપિંડી કરતી ચાઇનીઝ ગેંગને બેંક એકાઉન્ટ ભાડે આપતાં 13 ગુજરાતીની ધરપકડ  

July 13, 2024

ખંડણીના રૂપિયા જમા કરાવવા અને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરવામાં મદદ કરતા હતા: 10 કરોડની એન્ટ્રીઓ પડી છે : ઓફિસમાંથી થોકબંધ સાહિત્ય જપ્ત

ખંડણીના અને છેતરપિંડી કરતી ચાઇનીઝ ગેંગ ને બેંકના એકાઉન્ટ ભાડે આપતાં 13 ગુજરાતીઓની ધરપકડ

ગરવી તાકાત, અમદાવાદ તા. 13 – ચાઈનીઝ ગઠીયાઓ લોકોને ડરાવી ધમકાવીને કે પછી લોભામણી જાહેરાતોથી છેતરીને રોજેરોજ કરોડો રૂપિયા પડાવી રહ્યા છે. હવે તેમને આ ખંડણીના રૂપિયા સ્થાનિક બેંકમાં જમા કરાવવા માટે એક એકાઉન્ટ પ્રોવાઈડ કરતી ગેંગના 13 સાગરિતોને ઝડપી લેવામાં અમદાવાદ ક્રાઈક બ્રાંચને સફળતા મળી છે.

આ ગેંગ ખંડણીના રૂપિયા જે ખાતામાં જમા થયા હોય તેમાંથી ઉપાડીને આંગડિયા મારફતે ચોકકસ ઠેકાણે મોકલી આપતા હતા. જયારે કેતન પટેલ આ રૂપિયા ક્રિપ્ટો કરન્સીમાં ક્ધવર્ટ કરાવી તે ચાઈનીઝ નાગરિકોને મોકલી આપતો હતો. આવી રીતે દેશના નાગરિકોના કરોડો રૂપિયા ક્રિપ્ટો કરન્સીમાં ક્ધવર્ટ થઈને ચાઈના પહોંચી રહ્યા છે.

ચાઈનીઝ ગુનેગારો સાથે મળીને દેશ સાથે કરી ગદ્દારી! અમદાવાદમાંથી 13 લોકોની ધરપકડ

પોલીસે તેમને ઝડપી લઈને વધુ તપાસ શરૂ કરી છે. આ તો એક ટુંકડીની વાત થઈ, આવી તો સંખ્યાબંધ ગેંગ અમદાવાદ અને ગુજરાતમાં સક્રિય છે. જે જરૂરિયાતમંદ લોકોના બેંક એકાઉન્ટ ભાડે લઈને તેમાં આવા કાંડ કરી રહ્યા છે. જોકે તેમને બેંક એકાઉન્ટ ભાડે આપવા માટે ચોકકસ કમિશન મળી જતું હોય છે.

આ ગેંગ ચાઈનીઝ ગેંગ જે રૂપિયા ખંડણી પેટે ઉઘરાવે તેના ટ્રાન્જેકશન માટે ખાતા ભાડે આપવાની જ કામગીરી કરી રહી છે. આ ગઠિયાઓએ સોફટવેર કંપનીના નામે શહેરના કૃષ્ણનગર, વિજય ચાર રસ્તા નજીક મારૂતિ પ્લાઝામાં બે ઓફિસ ભાડે રાખીને કાંડ શરૂ કર્યો હતો. ઓફિસમાં રિસેપ્સનીસ્ટ તરીકે બે યુવતી પણ કામ કરતી હતી. જોકે, તેમને આ દેશ વિરોધી પ્રવૃતિ અંગે જાણ હતી કે કેમ તે તપાસનો વિષય છે.

106 બેંક એકાઉન્ટની તપાસ ચાલુ, 135 ફરિયાદો

પોલીસે કેતન, દિલીપ, દીપક તથા દર્શિલને ઝડપી લીધા છે, જયારે તેમનો એક મહત્વનો સાગરીત ચિંતન ભગત ભાગી ગયો છે. આ લોકોની તપાસમાં આવી વિગતો સામે આવી છે કે, દીપક છેલ્લા એક વર્ષથી આવા એકાઉન્ટ માટે કામ કરી રહ્યો છે. તેણે 200 એકાઉન્ટ જુદા જુદા ગઠિયાઓને પ્રોવાઈડ કર્યા છે. જયારે દિલીપ જાગાણીએ 3 મહિનામાં 40 એકાઉન્ટ પ્રોવાઈડ કર્યા હતા. પોલીસને મળેલા 106 બેંક એકાઉન્ટની તપાસ ચાલી ચાલી રહી છે. જે એકાઉન્ટમાં ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર થઈ હોવાની 135 ફરીયાદો નોંધાઈ છે. જયારે દિલીપે પ્રોવાઈડ કરેલા એકાઉન્ટમાં આઠ કરોડ રૂપિયાની અને દીપકે પ્રોવાઈડ કરેલા એકાઉન્ટમાં 10 કરોડથી એન્ટ્રીઓ પડી છે.

કોણ કોણ ઝડપાયું?
(1) ફૈઝાન અનવરહુસૈન શેખ -ગવલી મહોલ્લા, એરપોર્ટ રોડ, અમદાવાદ.
(2) રાજુ જગદીશભાઈ પરમાર  આમ્રપાલી ફલેટ, બાપુનગર, મૂળ કોટડા-બનાસકાંઠા.
(3) અમિત ધનજી પટેલ (ઉ.35, મારૂતી પ્લાઝા, કૃષ્ણનગર, મૂળ લખતર-સુરેન્દ્રનગર.
(4) રાજુ પરસોતમ સાંખટ (28, ગુ.હા.બોર્ડ બાપુનગર, મુળ ભાદરોડ, મહુવા-ભાવનગર.
(5) દર્શન જગદીશ સેંજલિયા (ઉ.વ.21, શ્રીનાથ પાર્ક સોસાયટી, નિકોલ ગામ અમદાવાદ.
(6) રાજેશ સવજીભાઈ જાસોલિયા (ઉ.41, જયશ્રીનગર, આંબલા-ભાવનગર.
(7) વિકી શૈલેષભાઈ પટેલ (ઉમિયા રો હાઉસ, સરદાર ચોક,, મૂળ કોટડી-વિજાપુર.
(8) દિલીપ સવજીભાઈ જાગાણી (ઉ.31, હરિકૃપા સોસાયટી, નિકોલ, મૂળ ગારિયાધાર.
(9) કિશોર નાગજીભાઈ પટેલ (ઉ.42, ઠકકરનગર, મૂળ ખોડવદરી ગામ ભાવનગર.
(10) અલ્કેશ વિનુભાઈ પટેલ (ઉ.46, ઘનશ્યામ વિલા, સુકન ચોકડી-નરોડા.
(11) દીપક ભાઈલાલભાઈ રાદડીયા (ધનલક્ષ્મી સોસાયટી, હીરાવાડી,  સેટેલાઈટ.
(13) કેતન અશોકભાઈ પટેલ શ્યામસુકન સોસા, પીડીપીયુ રોડ, ગાંધીનગર મૂળ વિજાપુર.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0