નોટબંધીમાં પકડાયેલ 110 કરોડને માત્ર 84 લાખમાં સેટીંગ પાડી કેસ રફેદફે : પીવીએસ શર્મા

શેર કરવા અહીં ક્લિક કરો.

કેન્દ્રની સરકાર દ્વારા 8 નવેમ્બર 2016 ના રોજ ડીમોનીટાઈઝન લાગુ કરવામાં આવ્યુ હતુ. જેની અંતીમ તારીખ 30 ડીસેમ્બર નક્કી કરવામાં આવેલ હતી. આ નોટબંધીનેમાં મોટા પાયે અનેક લોકોના કાળા નાણાનુ વાઈટ થઈ ગયાના આક્ષેપો લાગ્યા હતા. જેમાં આજે ભાજપના નેતા પી.વી.એસ. શર્માએ ટ્વીટ કરી મોટા સરકારી કૌભાંડને બહાર લાવ્યા હતા. જેમાં તેમને જણાવ્યુ છે કલા મંદીર જ્વેલરી પાસેથી કુલ 110 કરોડ રૂપીયા જપ્ત કરેલા જ્યા તેમની પાસેથી 30 ટકા ટેક્સ ભરવાની જગ્યાએ માત્ર 0.84 ટકા જ ટેક્ષ ભરાવી છોડી મુકવાના સબુત રજુ કર્યા છે. જેથી ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

નોટબંધી દરમ્યાન અનેક ઉધોગપતીઓ અને વેપારીઓએ તેમના કાળા નાણાને વાઈટ કર્યાની ચર્ચાઓ થઈ હતી. આ નોટબંધી દરમ્યાન જેની પાસેથી બ્લેક મની મળે એની પાસેથી 33 ટકા ટેક્ષ ભરાવાનો નિયમ લાગુ છે. જેમાં નોટબંધી દરમ્યાન કલા મંદીર જ્વેલર પાસેથી 110 કરોડની બ્લેક મની મળી આવેલ હતી. જેથી તેમની પાસેથી નીયમોનુસાર 33 ટકા ટેક્ષ વસુલવાનો નિકળતો હતો. પરંતુ ઈન્કમટેક્ષના અધિકારીઓએ કલા મંદીર જ્વેલરીના માલીકો પાસે સેટીંગ કરી તેમને 33 ટકા ટેક્ષ વસુલીમાંથી બચાવી લીધા હતા. અને માત્ર 84 લાખ રૂપીયા જ વસુલ કરી કેસને રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હતો.

જેથી ભાજપના નેતાએ પી.એમ. મોદીને ટેગ કરી ટ્વીટ કર્યુ હતુ કે આવી રીતે તો ભ્રષ્ટાચારને કેવી રીતે રોકી શકાશે. કેમ કે આ કલા મંદીર જ્વેલરી નામની પેઢી પાસેથી કુલ 110 કરોડ કેસ મળી આવી હતી, જેમાં તેના 33 ટકા ટેક્ષ વસુલવાની જગ્યાએ માત્ર 0.84 ટકા જ ટેક્ષ વસુલ કરી આ પેઢીને માત્ર બચાવવામાં નથી આવી રહી પણ સરકારી તીજોરીને મોટુ નુકશાન કરવામાં આવી રહ્યુ છે.

આમ નોટબંધીના નામે અનેક જણાએ તેમની બ્લેક મનીને વાઈટ માં ફેરવી દીધેલ છે. ભાજપના નેતા પીવીએસ શર્માએ પીએમ નરેન્દ્ર મોદીને ટેગ કરી જાણકારી આપી છે. અને તેમને ઈડી અને સીબીઆઈની તપાસની પણ માંગ કરી હતી. 

આમ ભાજપ નેતા પી.વી.એસ. શર્માએ અધિકારીઓ અને જ્વેલર્સ ઉપર ભ્રષ્ટાચાર વિરૂધ્ધની લડાઈને કમજોર કરવાનુ અને ભ્રષ્ટાચાર આચરવાનો આક્ષેપ કર્યા હતા.

તેમના આ ટવીટને કોન્ગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ ચુટકી લેતા રીટ્વીટ લખ્યુ હતુ કે નોટબંધી તો  ભાજપના ઉધોગપતી મીત્રો માટે વરદાન હતુ, આઈ.ટી. ડીપાર્ટમેન્ટે  110 કરોડના કાળા નાણાને માત્ર 84 લાખમાં સેટીંગ કરી લીધુ. અને બ્લેકને વાઈટ કરી દીધા. ત્યારે બાદ અર્જુન મોઢવાડીયાના આ ટ્વીટને રીટ્વીટ કરતા પીવીએસ શર્માએ લખ્યુ હતુ કે તમારા જ વૈચારીક સપોર્ટર ઉપર હસો નહી જેની આ બ્લેક મની છે તે એનસીપી નેતાનો પુત્ર છે. આ બ્લેક મની કલ્ચર તો કોન્ગ્રેસે દેશને ગીપ્ટ કરેલ છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.