ગરવી તાકાત મહેસાણા: મહેસાણાના સંસ્કૃત શોપિંગ સેન્ટરમાં આવેલી કોગતા ફાયનાન્સિયલ કંપનીમાં ખોટા ડોક્યુમેન્ટ અને અન્ય મિલકતોના ફોટોગ્રાફ્સ રજૂ કરી લોન મેળવી ભરપાઈ નહીં કરી રૂ.30.37 લાખની ઠગાઈ મામલે કંપનીએ 11 શખ્સો સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. રાજસ્થાનના જયપુરમાં હેડઓફિસ ધરાવતી કોગતા ફાયનાન્સિયલ કંપનીની મહેસાણાના સંસ્કૃત શોપિંગ સેન્ટરમાં શાખા આવેલી છે. કંપની દ્વારા મોર્ગેજ લોન, વ્હીકલ લોન, હાઉસિંગ લોન અપાય છે.
બનાસકાંઠા અને પાટણ જિલ્લાના 7 શખ્સોએ સમયસર લોનના હપ્તા નહીં ભરતા ઘરે જઈ તપાસ કરતાં અન્ય મિલકતોના ફોટા રજૂ કરી તેમજ ખોટા ડોક્યુમેન્ટ બનાવી લોન લીધાનું જાણવા મળ્યું હતું. કંપનીના 2 ક્રેડીટ ઓફિસર, 1 બ્રાન્ચ મેનેજર અને 1 એજન્ટની મીલીભગત હોવાનુ બહાર આવતા કંપનીના લીગલ લીગલ ઓફિસર અબ્દુલકાદીર પઠાણે 7 લોનધારક, 2 ક્રેડીટ ઓફિસર, 1 બ્રાન્ચ મેનેજર અને 1 એજન્ટ મળીને 11 શખ્સો સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
— આ શખ્સોની સામે ફરિયાદ નોંધાવાઈ:
1. વીરાભાઈ નાનજી ભાઈ રબારી રહે. એંદલા, તા.સરસ્વતી, જિ. પાટણ
2. બાબુભાઈ હીરાલાલ પ્રજાપતિ રહે.સમૌનાના, તા.ડીસા, જિ. બ.કાંઠા
3. ડુંગરભાઈ કુરશીભાઈ દેસાઈ રહે. સમૌનાના, તા.ડીસા, જિ. બ.કાંઠા
4. મેતુસિંગ ગેનસિંહ સોલંકી રહે. સામઢી, તા.પાલનપુર, જિ.બ.કાંઠા
5. પાંચાભાઈ વશીભાઈ રબારી રહે. એંદલા, તા.સરસ્વતી, જિ. પાટણ
6. ભીખાભાઈ ખેતાભાઈ રબારી રહે. ધારણોજ, તા.જિ. પાટણ
7. હરગોવન રાણાભાઈ રબારી રહે. એંદલા, તા.સરસ્વતી, જિ. પાટણ
8. હરેન્દ્ર મોહનલાલ પટેલ હાલ રહે. પાલનપુર, બનાસકાંઠા
9. રજનીકાંત ડાહ્યાભાઈ સથવારા રહે. શિવાલા રો-હાઉસ, રાધનપુર રોડ, મહેસાણા
10. ઓજસ સંજયભાઈ મોઢ રહે. શ્યામજી મંદિર જીવન, ખનાખડીકી, સિદ્ધપુર
11. ભુરાભાઈ કુરશીભાઈ દેસાઈ રહે. સામઢી,તા.પાલનપુર, બ.કાંઠા
તસવિર અને આહેવાલ : નાયક અક્ષય- મહેસાણા