UP ના બારાબંકીમાં ટ્રક અને બસ વચ્ચેના અકસ્માતમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા !

October 7, 2021

ઉત્તર પ્રદેશના બારાબંકીમાં આજે વહેલી સવારે એક ટ્રક અને મુસાફર બસની ભીષણ ટક્કરમાં 11 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા. મળતી માહિતી મુજબ આ ડબલ ડેકર બસ દિલ્હીથી બહરાઈચ જઈ રહી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે અને દરેક શક્ય મદદનો ભરોસો વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો – ગુજરાત-રાજેસ્થાન બોર્ડર પર અકસ્માત સર્જાતા લક્ઝરી પલ્ટી મારી ગઈ, 1નુ મોત, 7 ઘાયલ

બારાબંકીના એસપીએ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે અકસ્માત બારાબંકી જિલ્લાના આઉટર રિંગ રોડ પર બબુરિયા ગામમાં થયો. તેમણે જણાવ્યું કે અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. જેમને સ્થાનિક હોસ્પિટલોમાં દાખલ કરાયા છે. હાલ તેઓ સારવાર હેઠળ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માત પર શોક વ્યક્ત કર્યો અને મૃતકોના પરિવાર પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી છે. સીએમ યોગીએ દરેક શક્ય મદદનો ભરોસો વ્યક્ત કર્યો છે.

આ અગાઉ મંગળવારે મોડી રાતે ગોરખપુરથી લુધિયાણા જઈ રહેલી ડબલ ડેકર બસ ઓવરટેક કરવાના ચક્કરમાં અયોધ્યા હાઈવે પાસે પલટી ગઈ હતી. અકસ્માતમાં લગભગ 19 મુસાફરો ઘાયલ થયા હતા. જેમને મામૂલી ઈજા થઈ હતી અને પ્રાથમિક ઉપચાર બાદ ઘરે મોકલી દેવાયા હતા. કહેવાય છે કે બસમાં ઓવર લોડિંગ હતું અને ૫૬ સીટર બસમાં લગભગ 76 મુસાફરો સવાર હતા.

(એજન્સી)

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0