તસ્વીર - જયંતી મેતીયા

ગરવી તાકાત, પાલનપુર

રેલ્વે બ્રિજની કામગીરી શરૂ થતાં ટ્રાફિકની સમસ્યામાં વધારો થતા હાલાકી

બનાસકાંઠા જિલ્લાના વડુ મથક પાલનપુર શહેરમાં કોરોના કહેર વચ્ચે લોકોનું શહેરમાં ઘોડાપૂર ઉમટી પડતાં ટ્રાફિકની  સમસ્યામાં મોટા પ્રમાણમાં વધારો થવાથી ઇમરજન્સી સેવા આપતી ૧૦૮ ટ્રાફિકમાં ફસાઈ જતાં મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ થઇ ગયું હતું.

જ્યારે બીજી બાજુ બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસનો કહેર યથાવત હોવા છતાં પણ લોકોનું ઘોડાપૂર ઉમટી પડે છે અને બીજી બાજુ લોકો શહેરમાં માસ્ક પણ પહેરતાં નથી. સરકારી ગાઇડ લાઈનો ખુલ્લે આમ ભંગ કરતાં નજરે જોવા મળે છે. ત્યારે પાલનપુર શહેરમાં મુખ્ય પ્રવેશ માર્ગ નું સમારકામ શરૂ થતાં શહેરના મુખ્ય માર્ગ એરોમા સર્કલથી બનાસ ગોળાઈ સુધી દિવસે દિવસે ટ્રાફીકની સમસ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે.

આ પણ વાંચો – પાલનપુરના માલણ દરવાજા પાસે જાહેર રસ્તા ઉપર પાલિકાની બેદરકારીને કારણે ગંદુ પાણી અને કચરાના ઢગલા ખડકાયા

જ્યારે ઇમરજન્સી સેવા આપતી ૧૦૮ આજે ફસાઈ જતા મોટા પ્રમાણમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે કોઈ વ્યક્તિ ને   ઇમરજન્સી બીમાર પડે તો ટ્રાફિકમાં ઇમરજન્સી સેવા આપતી ૧૦૮ ફસાઈ જાય તો  પીડિત વ્યક્તિ નું મૃત્યુ પામે તો જવાબદારી કોની? જેથી રેલ્વે બ્રિજની કામ ઝડપથી કરવામાં આવે જેથી શહેરમાં ટ્રાફિક ની સમસ્યાનું નિવારણ કરી શકાય અને લોકોના સ્વાસ્થ્ય ને નુકશાન ન થાય તે માટેના પ્રયાસો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે તેવી અપીલ શહેરના જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી છે.

એહવાલ,તસ્વીર – જયંતી મેતીયા

Contribute Your Support by Sharing this News: