1000 કરોડના કૌભાંડમાં મોટા માથાઓના પગ તળે રેલો આવવાની શક્યતાં

શેર કરવા અહીં ક્લિક કરો.

રાજકીય પક્ષોના નામે દાન લઈ ટેક્સ ચોરીનું 1000 કરોડનું કૌભાંડ, ખૂલશે ગુજરાતના મોટા માથાના નામ!

સીઆઈડી ક્રાઈમે અમદાવાદના બે આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

ગરવી તાકાત, અમદાવાદ તા. 30 –  ગુજરાત CIDએ GST ઇન્કમટેક્ષ અને રાજકીય પાર્ટીમાં દાન આપવા હેઠળનું એક હજાર કરોડનું કૌભાંડ ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આગળની તપાસમાં ગુજરાતના મોટા માથાઓના નામ ખુલે એવા એંધાણ દેખાઈ રહ્યા છે. ગુજરાત CIDની ગિરફ્તમાં ઉભેલા બંને શખ્સો એ છે જેને સરકાર સામે એક હજારનું કૌભાંડ કરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. જેના નામ વિનોદ દરજી અને રવિ પ્રકાશ સોની છે. એ વિવિધ રાજકીય પાર્ટીઓના નામે દાન ઉઘરાવ્યા બાદ આવકવેરામાં કપાતનો લાભ લેતા સાથે જ આરોપીઓએ 1000 કરોડ રાજકીય વિવિધ પાર્ટીઓના નામે દાનમાં મેળવ્યા હતા.

बिस्तर पर रखी नोटों की गड्डियां... रेड में जब्त ये करोड़ों रुपये किसके हैं?  - bundles of notes three crore rs cash seized ED raid Jharkhand cm Soren  aide house tstf - AajTak

ત્યારબાદ દાનમાં મળેલ હોવાથી ઈન્કમટેક્ષની વિવિધ કલમ હેઠળ ખપત મેળવ્યા બાદ જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર કરી કૌભાંડ આચર્યું છે. તપાસમાં એવો પણ ઘટસ્ફોટ થયો છે કે, આરોપીઓએ વિવિધ દાતાઓ પાસેથી પોલીટીકલ પાર્ટી ઓના નામે દાનમાં રકમ મેળવી હતી. જે પોલીટીકલ પાર્ટી ઓના ખાતામાં જમા થયા બાદ પોતાનું મોટું કમિશન લઇ આ રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી હતી અને દાન આપનારને રોકડ પરત કરી હતી.

સમગ્ર મામલે CID એ વધુ તપાસ હાથ ધરી છે. જેમાં સામે એ પણ આપ્યું હતું કે ખરીદ-વેચાણ કર્યા સિવાય ફક્ત કાગળ ઉપર GSTના ઈનપુટ ટેક્ષ ક્રેડીટ મેળવવા સારૂ. વિવિધ પેઢી ઓના નામે GST નંબર મેળવી, તે આધારે અલગ-અલગ વેપારીઓ માટે સોનું, ચાંદી, વિવિધ પ્રકારના સોફ્ટવેર, સિમેન્ટ વિગેરે ખરીદ્યા વગર ખોટા બનાવટી બીલો બનાવી, પોતે કમિશન લઇ, વેપારીઓ માટે બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી, GST/ટેક્સ ચોરી પણ કરાવતા હતા. આ પ્રકારે આ આરોપી છેલા પાંચ વર્ષથી કૌભાંડ આચરતા હોવાનું CIDની તપાસમાં સામે આવ્યું છે.

પાંચ વર્ષમાં 1000 કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ આચરાયું ની વિગતો સામે આવી છે. આ મામલે સીઆઈડી ક્રાઈમે અમદાવાદના બે આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ બંને આરોપી વિનોદ દરજી અને રવિ પ્રકાશ સોની સીઆઈડી ક્રાઈમે વધુ પૂછપરછ કરતા વધુ આરોપીના નામ સામે આવ્યા હતા. જેમાં ઝહીર મીઠાવાલા રાણા, કંદન મુદલઇ, દિપક ઉર્ફે દીપુ ચોક્સી, રેનીલ પારેખ, ધુલારામ ઉર્ફે ભુરાભાઇ વેદ્યનો સમાવેશ થવા પામ્યો છે. આ કૌભાંડ માં નાની મોટી રાજકીય પાર્ટીના અધ્યક્ષ સહિતના હોદ્દેદારો હોવાનું સામે આવ્યું છે આ સહિત CID ને બીજી 15 રજીસ્ટર્ડ રાજકીય પાર્ટી ઓ ના નામ મળ્યા છે જેના હોદેદારો ને પણ આરોપી તરીકે ફરિયાદ માં દર્શાવવામાં આવ્યા છે. અન્ય કઈ કઈ પાર્ટી ના નામ સામે આવ્યા છે?

શેર કરવા અહીં ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit exceeded. Please complete the captcha once again.

You cannot copy content from this website.