ગરવી તાકાત : મહેસાણા જિલ્લામાં 10 તાલુકાના 100 જેટલા શિક્ષકોને સન્માનીત કરવાનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહેસાણા જિલ્લાના નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી પુલકીત જોષીના અધ્યક્ષ સ્થાને અનોખા કાર્યક્રમનુ આયોજન કરાયું હતું. શૈક્ષણિક સંસ્થા કાવેરી ડે સ્ક્લુના સહયોગથી આયોજીત કાર્યક્રમમાં કોરોનાના કપરા કાળમાં જિલ્લાના શિક્ષકો શિક્ષણનું કાર્ય અસરકારક રીતે કરી રહ્યા છે. જિલ્લાના શિક્ષકોને પ્રોત્સાહન મળે તે જરૂરી છે. મહેસાણા જિલ્લામાં કોરોના સમયમાં શૈક્ષણિક કાર્ય સાથે બાળકો અને વાલીઓના સંપર્કમાં રહીને પ્રેરણા,માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરૂ પાડતા શિક્ષકોને સન્માનીત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – સરકાર ખાનગી કંપનીઓને સાથે લાવી ભરતીમેળાનુ આયોજન કરી બેરોજગારી દર ઘટાડવાનો પ્રયાસ
કાવેરી ડે સ્કુલ દ્વારા આયોજીત કાર્યક્રમમાં સ્કુલ દ્વારા આવનાર તમામ શિક્ષકોને માસ્ક,સેનીટાઇઝર અને નાશ મશીન સાથે પ્રમાણપત્ર- ટ્રોફી આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમ દરમિયાન મોટીવેશનલ સ્પીકર અપૂર્વ રાવલ શાહે ઉપસ્થિત રહી શિક્ષકોને પ્રેરણારૂપી માર્ગદર્શન આપ્યું હતું.સમગ્ર કાર્યક્રમ સોશ્યલ માધ્યમ દ્વારા જીવંત કરવામાં આવ્યો હતો.