છેલ્લા ત્રણ મહિનામાં દેશની ખ્યાતનામ કંપનીઓ જેવી કે AMNS (Arcelor Mittal & Nippon Steel ), Honda, SMS Group, TATA , Futaba, L&T જેવી કંપનીઓમાં વિદ્યાર્થીઓની પસંદગી થયેલ છે
સ્વામી સચ્ચિદાનંદ પોલીટેકનીક કૉલેજ ખાતે તાજેતરમાં પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓનું કૉલેજ દ્વારા તમામ વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયેલ છે
ગરવી તાકાત, વિસનગર તા. 07 – સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે અગ્રેસર એવા સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત સ્વામી સચ્ચિદાનંદ પોલીટેકનીક કૉલેજ ખાતે તાજેતરમાં પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓનું કૉલેજ દ્વારા તમામ વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયેલ છે. જણાવતા આનંદ થાય છે કે છેલ્લા ત્રણ મહિનામાં દેશની ખ્યાતનામ કંપનીઓ જેવી કે AMNS (Arcelor Mittal & Nippon Steel ), Honda, SMS Group, TATA , Futaba, L&T જેવી કંપનીઓમાં વિદ્યાર્થીઓની પસંદગી થયેલ છે. વર્ષ ૨૦૨૪ માં ૨૦૬ જેટલા વિદ્યાર્થીઓ પાસ આઉટ થયા છે. જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ જુદી-જુદી કંપનીમાં પસંદગી પામ્યા છે, તેમજ અમુક વિદ્યાર્થીઓ વિદેશ જવાની તથા D TO D અભ્યાસની પસંદગી બતાવેલ છે. હજુ પણ TOSHIBA LITHIUM BATTERY, L & T DENTENCE જેવી ખ્તાતનામ કંપનીઓ કોલજ કેમ્પસ ખાતે વિઝીટ કરવાની છે, જેમાં નજીકની દરેક કોલજના વિદ્યાર્થીઓને પણ Pool Campus માં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા તક અપવામા આવશે.
આ સાથે સ્વામી સચ્ચિદાનંદ પોલીટેકનીક કોલજ દ્વારા લેવાયેલ કારકિર્દી લક્ષી અભીગમ થી પ્લેસમેન્ટનો રેકોર્ડ સર્જાયો છે. સ્વામી સચ્ચિદાનંદ પોલીટેકનીક કોલજના ટ્રેનીંગ અને પ્લેસમેન્ટ સેલ દ્વારા અવાર નવાર ભરતી મેળાનું આયોજન થતું રહે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના કેરિયર તથા પેર્સનાલીટી ડેવલપમેન્ટ ઉપર સેમીનાર પણ ગોઠવવામાં આવે છે. ઔધોગિક ક્ષેત્રે ડીપ્લોમાં ઈજનેર ની વિશેષ માંગ રહેતા સંસ્થા દ્વારા વિવિધ કંપનીઓ નો સંપર્ક કરી વિદ્યાર્થીઓને ઉદ્યોગની માંગ પ્રમાણે તૈયાર કરી કેમ્પસમાંથી નોકરી મળે તેવા પ્રયત્નો કરવામાં આવે છે.
આમ ધો.૧૦ પછી ફક્ત ત્રણ વર્ષના ટૂંકાગાળાના અભ્યાસ ક્રમ બાદ રોજગારીલક્ષી ડીપ્લોમા અભ્યાસક્રમ વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી બને છે, અને કુશળ એન્જીનીયર બની દેશની પ્રગતિમાં તેમનું યોગદાન થકી “મેક ઇન ઇન્ડિયા” ના સ્વપન ને સાકાર કરશે. ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટીટયુટ ઈન્ટરેકશન સેલના પ્રયત્નોને યુનિવર્સિટીના પ્રેસિડન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ તથા પ્રોવોસ્ટ ડૉ. પી.એમ. ઉદાણી સર તેમજ સંસ્થાના વડા ડૉ.વાય.એસ.પટેલ દ્વારા સેલના કોઓડીનેટર પ્રોફેસર સંજય સોની તેમજ તેમની ટીમના વખાણ કાર્ય હતા, અને વિદ્યાર્થીઓ ઉદ્યોગીક સાહસિક બને તેવો અનુરોધ કર્યો હતો.