ગુજરાતમાં ચોમાસાની સીઝનનો 100 ટકા વરસાદ વરસી ગયો 

September 20, 2023

વરસાદ પ્રભાવિત 9 જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 16,360થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું

રેસ્કયું કામગીરી માટે વરસાદ પ્રભાવિત જિલ્લાઓમાં NDRFની 10 અને SDRFની 10 ટીમ ખડેપગે તહેનાત કરાઈ

ગરવી તાકાત, ગાંધીનગર તા. 20-  ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 101.08 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 158.73 ટકા અને સૌરાષ્ટ્રમાં 119.68 ટકા વરસાદ ખાબક્યો છે. ઉત્તર ગુજરાતમાં 95.52 ટકા અને મધ્ય ગુજરાતમાં 96.11 ટકા વરસાદ પડ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 88.31 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૯૩.૪૪ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૩,૩૩,૧૭૦ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના ૯૯.૭૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવ્યાનુસાર તા. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ની સ્થિતિએ રાજ્યભરમાં ૫૪ જળાશયો એવા છે કે જેમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. ૯૦ જળાશયોમાં (સરદાર સરોવર સહિત) ૭૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ, ૨૯ જળાશયોમાં ૫૦ ટકાથી ૭૦ ટકા જળસંગ્રહ, ૨૩ જળાશયોમાં ૨૫ ટકાથી ૫૦ ટકા જળસંગ્રહ, ૧૦ જળાશયોમાં ૨૫ ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયો, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયો, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયો, કચ્છના ૨૦ જળાશયો તથા સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયેલા ૫૩ જળાશયો તથા ૯૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ થયેલા ૫૧ જળાશયો મળી કુલ ૧૦૪ જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે ૮૦ ટકાથી ૯૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૨૨ જળાશયો એલર્ટ પર અને ૭૦ ટકાથી ૮૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૧૭ જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 101.08 ટકા વરસાદ
પાટણમાં સિઝનનો 92.41%, બનાસકાંઠામાં 106.58% વરસાદ
મહેસાણામાં 91.75% અને સાબરકાંઠામાં 97.97% વરસાદ
અરવલ્લીમાં 91.82%, ગાંધીનગરમાં 79.18% વરસાદ
અમદાવાદમાં 71.71%, ખેડામાં સિઝનનો 99.42% વરસાદ
આણંદમાં 112.92% અને વડોદરામાં 77.93% વરસાદ
છોટાઉદેપુરમાં સિઝનનો 91.37%, પંચમહાલમાં 109.22%
મહીસાગરમાં 121.97%, દાહોદમાં સિઝનનો 95.56% વરસાદ
સુરેન્દ્રનગરમાં 81.41%, રાજકોટમાં સિઝનનો 120.82% વરસાદ
મોરબીમાં 100.14%, જામનગરમાં સિઝનનો 123.73% વરસાદ
દેવભૂમિ દ્વારકામાં 117.08%, પોરબંદરમાં 110.39% વરસાદ
જૂનાગઢમાં 167.78%, ગીર-સોમનાથમાં 137.99% વરસાદ
અમરેલીમાં98.89%, ભાવનગરમાં સિઝનનો 110.06% વરસાદ
બોટાદમાં સિઝનનો 98.57%, ભરૂચમાં 80.46% વરસાદ
નર્મદામાં 80.31%, તાપીમાં સિઝનનો 83.99% વરસાદ
સુરતમાં સિઝનનો 86.04%, નવસારીમાં 99.46% વરસાદ
વલસાડમાં98.82%, ડાંગમાં સિઝનનો 74.06% વરસાદ

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0