વર્ષ 2014 માં ગાંધી જયંતી નિમિતે પી.એમ. નરેન્દ્ર મોદી દ્વારા “નલ સે જલ” નામની યોજના લોન્ચ કરવામાં આવી હતી જેમાં 2024 સુધી દેશના દરેક ઘર સુધી પાણીનો નળ પહોચાડવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જીલ્લા ના 100 ટકા ઘરો સુધી પાણીનો નળ પહોંચાડવાની કામગીરી પુર્ણ થતા આવતી કાલે એટલે કે ગાંધી જંયતી નીમીત્તે ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાવા જોઈ રહ્યો છે. જે મહેસાણા ખાતેના કમળાબા હોલ ખાતે સવારે 9 કલાકે યોજાશે.આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય મંત્રી ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે જેમાં તેઓ આ “નલ સે જલ” યોજના ઉપર પ્રકાશ પાડશે.
આ પણ વાંચો – જમીન માપણીની કામગીરી કરનાર પ્રાઈવેટ એજન્સીઓને બચાવવા સરકારી તંત્ર ખડે પગે !!
વર્ષ 2014 માં જ્યારે આ સ્કીમ લોન્ચ કરવામાં આવી ત્યારે જણાવાયુ હતુ કે આ કાર્યક્રમ અંતર્ગત દેશભરના તમામ ઘરોને શુધ્ધ પાણી પહોંચાડવામાં માટે 1 લાખ કરોડ રૂપીયા ખર્ચ થશે. જેમાં કેન્દ્ર અને રાજ્યનો હિસ્સો ક્રમાનુસાર 60:40 ટકા રહેશે જેથી કેન્દ્ર અને રાજ્ય સરકાર બન્ને સાથે મળી આ કામગીરી પુરી કરશે. એક આંકડા અનુસાર ભારતના 80 ટકા મકાનો એવા છે જ્યાં પાણીની પાઈપ લાઈન થી નથી જોડેયેલા. જેથી પાણી જેવી બેઝીક જરૂરીયાત ને ઘરો સુધી પહોચાડવાં આ સ્કીમ લાવવામાં આવી હતી.