અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અરટીકા ટ્રેલર પાસે ઘુસી જતાં 10 લોકોના ઘટના સ્થળ પર મોત 

શેર કરવા અહીં ક્લિક કરો.

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો

ગરવી તાકાત, ખેડા તા. 17 – રાજ્યમાં અકસ્માતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે સૌથી વધુ રક્તરંજીત બનેલો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર એક મોટી ઘટનાના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 10 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે. ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

ધ્રુજાવી નાખે તેવો અકસ્માત! કારના ફુરચે ફુરચા, ખેંચીને મૃતદેહો કાઢ્યા, ભયાનક તસવીરો!

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં 10 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા આ ગોઝારી ઘટના બની છે. વડોદરાથી અમદાવાદ તરફ કાર જઈ હતી. જ્યાં આ અકસ્માત નડ્યો છે.

 અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે. વડોદરાથી અમદાવાદ તરફ આવી રહેલી કાર ટેન્કરની પાછળ ઘૂસી જતાં કારમાં સવાર તમામ લોકોનાં મોત નીપજ્યાં હતાં. પોલીસ દ્વારા ચાર મૃતકની ઓળખ કરી લેવામાં આવી છે, જ્યારે અન્ય 6ની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી છે. મૃતકો અલગ અલગ શહેરના હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર એક કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે નડિયાદ નજીક ટેન્કર પાછળ ધડાકાભેર ઘૂસી જતાં હાઈવે પર મરણચીસો ગુંજી ઊઠી હતી. ટેન્કર પાછળ જે કાર ઘૂસી ગઈ એમાં કુલ 10 લોકો સવાર હતા, જેમાંથી 8 લોકોનાં ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યાં હતાં, જ્યારે બે લોકોને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનાં પણ મોત નીપજતાં કુલ મૃત્યુઆંક 10 થયો છે.

ટેન્કરમાં ખામી સર્જાતાં રોડની સાઈડમાં ઊભું હતું- એસપી
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત સર્જાતાં ખેડા જિલ્લા પોલીસવડા અને કલેકટર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. જિલ્લા પોલીસવડા રાજેશ ગઢિયાએ કહ્યું હતું કે ટેન્કરમાં ખામી સર્જાઈ હોવાના કારણે રસ્તાની સાઈડમાં ઊભું હતું. ત્યારે વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહેલી અર્ટિગા કાર પાછળથી અથડાઈ હતી. અકસ્માતમાં 8 લોકોનાં ઘટનાસ્થળ પર મોત થયાં છે, જ્યારે બે લોકોનાં સારવાર દરમિયાન મોત નીપજ્યાં છે. તમામ મૃતકોના સંબંધીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ ચાલુ છે. ચાર મૃતકની ઓળખ થઈ છે. ટેન્કર પુણેથી જમ્મુ જઈ રહ્યું હતું.

આ ચાર મૃતકની ઓળખ થઈ
► યોગેશભાઈ નરેન્દ્રભાઈ પંચાલ, અમદાવાદ.
► સુરેન્દ્રસિંહ રાવત, રાજસ્થાન (ડ્રાઈવર).
► નીલકુમાર મુકેશકુમાર ભોજાણી, વડોદરા.
► જયશ્રીબેન મનોજભાઈ મિસ્ત્રી, વડોદરા

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.