ઊંઝાના રણછોડપુરા નજીક વાન પલટી મારતાં સારવાર દરમ્યાન 1નું મોત

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : સિધ્ધપુરના ઠાકરાસણ ગામના 2 મિત્રો વાન લઇ વિસનગર જઇ રહ્યા હતા. ત્યારે ઊંઝાના રણછોડપુરા ગામ નજીક ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા વાન પલટતાં એક યુવાનનું મોત નિપજ્યું હતું.

મેઘાજી અજમલજી ઠાકોર મિત્ર યોગેશભાઇ ઇશ્વરભાઇ પટેલ સાથે રવિવાર સવારે વાન લઇને વિસનગર તરફ કામકાજ અર્થે જઇ રહ્યા હતા. ઊંઝા તાલુકાના કહોડા-વિસનગર રોડ પરના રણછોડપુરા ગામ નજીક પહોંચ્યા, ત્યારે પુરપાટ ઝડપે વાન ચલાવી રહેલા યોગેશભાઇએ સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં વાન પલટી મારી ગઇ હતી.

આ અકસ્માતમાં મેઘાજી ઠાકોરને ઇજાઓ પહોંચતાં મોત નિપજ્યું હતું. ઘટાની જાણ થતાં ઊંઝા પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતકના પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના ભાઇ પ્રતાપજી ઠાકોરએ આ મામલે ચાલક યોગેશભાઇ સામે ફરિયાદ નોંધાવી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.