#અકસ્માત : સંબધીના ઘરે લગ્નમાં જતા પરિવારનો રસ્તામાં અકસ્માત થતા 1 નુ મોત

શેર કરવા અહીં ક્લિક કરો.

દિવાળીના સમયે રોડ ઉપર ઘસારો વધ્યો હોવાથી અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે. એવામાં કડીમા એક ટ્રેક્ટર ચાલક પુર ઝડપમાં હોવાથી કાબુ ગુમાવતા રીક્ષાને ટક્કર મારતા એક્સીડન્સ સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષામાં સવાર ડ્રાઈવર સહીત ત્રણ જણના પરિવારને ઈજાઓ થવા પામી હતી. જેમાં એક વ્યક્તિનુ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતુ.

આ પણ વાંચો – વલસાડ: બસ લક્ઝરી વચ્ચે અકસ્માત સર્જાતા બસનો કચ્ચરઘાણ,20 મુસાફર ઘાયલ

મુળ દેત્રોજના રહેવાશી કડીથી ભાડાની રીક્ષા કરાવી એક પરિવાર લગ્નમાં હાજર રહેવા સુજાતપુરા જઈ રહ્યા હતા. એ દરમ્યાન સુજાતપુરા નજીક નર્મદા કેનાલના ઢાળ ઉપર સામેથી પુર ઝડપે આવી રહેલ ટ્રેક્ટર ચાલકે રીક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેથી રીક્ષામાં સવાર ત્રણે જણને ઈજાઓ થવા પામી હતી. રીક્ષામાં સવાર કિશનને માથાના,શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમજ તેની પત્નીને પણ ઈજાઓ થઈ હોવાથી તત્કાલ ધોરણે તેમને કડીની ભાગ્યોદય હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ કીશનને ટ્રેક્ટરની ટક્કરમાં ભારે ઈજાઓ થઈ હોવાથી તેને અમદાવાદની સીવીલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતુ. 

જેથી કડીની અયોધ્યા સોસાયટીમાં રહેતા ટ્રેક્ટર ચાલક પટેલ શાંતીભાઈ ભગવાનભાઈ વિરૂધ્ધ ગફલતભરી રીતે વાહન હંકારી રીક્ષામાં સવાર કીશનનુ મોત નીપજાવવા બદલ કડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોધી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.