પાટણના ખાન સરોવરમાં 1 આશાસ્પદ યુવાને અગમ્ય કારણોસર લગાવી છલાંગ મોતને કર્યુ વ્હાલું

શેર કરવા અહીં ક્લિક કરો.

     –રાત્રે લાશ ના મળતાં આજે સવારે પાટણ ફાયર વિભાગના તરવૈયાઓએ લાશ બહાર કાઢી

ગરવી તાકાત પાટણ:  પાટણના ખાન સરોવરમાં એક યુવાને કોઈ અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું હતું. તેની લાશને પાલિકાના ફાયર વિભાગ દ્વારા શોધખોળ કર્યા બાદ આજે શનિવારે સવારે બહાર કાઢી હતી.

પાટણના ખાન સરોવર ખાતે ગઈકાલે શુક્રવારે એક આશાસ્પદ યુવાને કોઈ અગમ્ય કારણોસર છલાંગ મારી છે તેવા સમાચાર મળ્યા હતા. તેમજ તપાસ કરતાં આ યુવાનની મોટર સાયકલ ખાન સરોવર ખાતે પડેલી મળી હતી.

જેથી અગ્રણીઓએ નગરપાલિકાને જાણ કરતાં નગરપાલિકાના ફાયર ફાઈટરના તરવૈયાઓ સહિત કુબેરેશ્વર મહાદેવના શિવ ભક્તોએ પણ જહેમત ઉઠાવી હતી અને રાત્રે 8થી 1 વાગ્યા સુધી યુવાનની શોધખોળ કરી હતી, પરંતુ સફળતા મળી નહોતી

ત્યારે આજે શનિવારે સવારે પાટણ પાલિકાના ફાયર ફાઈટરની ટીમને ભરત ભાટિયાએ ટેલિફોનિક જાણ કરતાં પાટણ ફાયર ફાઇટરના તરવૈયાઓએ ફરી ખાનસરોવર ખાતે યુવાનની શોધખોળ શરૂ કરતા યુવાની બોડી દેખાઈ હતી. જેને નગરપાલિકાના તરવૈયાઓ દ્વારા બહાર કાઢવામાં આવી હતી. યુવાન ગુમડા મસ્જિદ ખાતે રહેતો રાજપૂત રોહિત તખતસિંહ ઉમર વર્ષ 22 હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તપાસ શરૂ તપાસ કરી લાશને પીએમ માટે ખસેડી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.