કડીના કૈયલ ગામની સીમમાં ખેતર માં છુપાવેલ વિદેશી દારૂ સાથે ૧ ઈસમ ની ધરપકડ અને ૧ ફરાર

શેર કરવા અહીં ક્લિક કરો.

૧ ફરાર સહીત ૨ સામે ગુનો નોંધાયો

મહેસાણા ના કડીના કૈયલ ગામની સીમમાં આવેલ ખેતરો માં જમીન માં છુપાવી ને ભારતીય બનાવટ ની વિદેશી દારૂનો વેપાર કરતા ઇસમને એલસીબી પોલીસે સ્થળ ઉપરથી ઝડપી પાડીને કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે એક ઈસમ નાસી છૂટયો હતો એલસીબી પોલીસે બે સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની એલસીબી સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા દારૂ જુગાર ના કેસો સામે કડક કાર્યવાહી કરવા માટે આપેલ આદેશ મુજબ એલસીબી પોલીસ પ્રોહીબેશન ના કેસો ના મુદ્દે સ્પેશિયલ ડાઈવ માં હોઈ પેટ્રોલીંગ સક્રીય કરતા ખાનગી માં બાતમી મળી હતી કે કદી કૈયલ ગામની સીમમાં આવેલ પોતાના ભોગવટા વાળા ખેતરમાં વિદેશી દારૂ જમીન દાટીને દશરથજી તેમજ જીતેન્દ્રજી નામના ઈસમો ધંધો કરી રહયા છે તે મળેલ બાતમી મુજબ એલસીબી એ તપાસ કરતા ખેતર ની જમીનમાં છુપાવેલ વિદેશી દારૂની બોટલ નંગ ૧૯૩ કુલ રૂપિયા ૫૦૩૪૨/- નો મુદ્દામાલ જપ્ત કરી જીતેન્દ્ર સિંહ ગાભાજી ઠાકોર તેમજ દશરથજી ગાભાજી ઠાકોર સામે ગુનો નોંધી એકની અટકાયત કરી ફરાર આરોપી ને ઝડપી પાડવા માટે ગ્રહો ગતિમાન કર્યા છે

 તસવિર અને આહેવાલ : જૈમિન સથવારા – કડી 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.