બિહારના અલગ-અલગ જિલ્લામાં હાલના દિવસોમાં કોઇના કોઇ ભ્રષ્ટાચારી ધનકુબેરો સામે કાર્યવાહી જાેવા મળી રહી છે. નાલંદામાં એક સરકારી શિક્ષકના બેંક લોકરમાંથી એક કરોડ રૂપિયા રોકડા અને લાખો રૂપિયાના ઘરેણા મળી આવ્યા છે. મળેલી જાણકારી પ્રમાણે નાલંદા જિલ્લાના થરથરી પ્રખંડમાં શિક્ષક નીરજ કુમાર શર્માના પટનામાં આવેલા ઘરમાં ઇન્કમટેક્સે રેડ કરી તો તેની પાસે અખૂટ સંપત્તિ મળી આવી હતી. બતાવવામાં આવી રહ્યું છે કે ઇન્કમટેક્સની આ રેડમાં શિક્ષકના બેંક લોકરમાં એક કરોડ રૂપિયા રોકડા અને બે કિલો સોનું હોવાની જાણકારી મળી હતી.
સરકારી સ્કૂલના શિક્ષકના બેંક લોકરમાં આટલી મોટી રકમ મળવાથી ઇન્કમટેક્સના અધિકારી પણ ચકિત થઇ ગયા હતા. શિક્ષક નીરજ કુમાર શર્મા આ સંપત્તિ ક્યાંથી આવે તે વિશે જણાવી શક્યા ન હતા. જાેકે બતાવવામાં આવી રહ્યું છે કે વધારે સંપત્તિ રાખવાના મામલામાં શિક્ષકને પોતાની સંપત્તિ ક્યાંથી આવી તે જણાવવા માટે એક મહિનાનો સમય આપ્યો છે.
જણાવવામાં આવી રહ્યું છે કે થરથરી પ્રખંડના એક સરકારી હાઇસ્કૂલના શિક્ષક નીરજ કુમારના બેંક લોકરમાંથી એક કરોડ કેશ અને બે કિલો સોના સહિત ઘણા અન્ય દસ્તાવેજાે પણ મળ્યા છે. બતાવવામાં આવી રહ્યું છે કે પટનાના બહાદુરપુર વિસ્તારમા એસબીઆઇની શાખામાં તેના નામે રહેલા એક લોકરને ઇન્કમટેક્સના અધિકારીઓએ બુધવારે ખોલ્યું હતું. જેમાં ૨૫૦ ગ્રામ વજનની સોનાની ચાર ઇટો અને એક કરોડ રોકડા મળ્યા હતા.
બતાવવામાં આવી રહ્યું છે કે આ રકમ બે હજારના રૂપિયાના નોટના બંડલમાં હતી. આ સાથે અન્ય દસ્તાવેજાે પણ મળ્યા છે જેની તપાસ ચાલી રહી છે. શિક્ષક નીરજ કુમાર શર્મા નવરચના કંસ્ટ્રક્શન કંપનીના માલિક રાકેશ કુમાર સિંહના સંબંધી છે. બતાવવામાં આવી રહ્યું છે કે આ રૂપિયા તેમના પણ હોઈ શકે છે. જાેકે આ સંબંધમા અત્યાર સુધી કોઇ દસ્તાવેજ મળ્યા નથી.