કડીમાંથી ગેરકાનુની રીતે ભેંશના માંસનુ વેચાણ કરતો આરોપી ઝડપાયો છે. જેમાં આરોપી કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર આ વેચાણ કરતુ હોવાનુ ખુલ્યુ છે. મહેસાણા એસઓજી ટીમે દરોડ પાડી આરોપીને ઝડપી પાડી કડી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.
મહેસાણા એસઓજીની ટીમ ગેરકાનુની રીતે ચાલતા કતલખાનાને પકડી પાડવા કાર્યરત છે ત્યારે ટીમને બાતમી મળી હતી કે, કડીના કસ્બા વિસ્તારના ખાટકીવાસમાં વેપારી હનીફ ગુલામરસલ, રહે- કસ્બા કડીવાળો પરમીશન વગર પશુઓનુ કતલ કરી તેના માંસનુ વેચાણ કરતો હતો. આ બાતમી આધારે એસઓજીની ટીમે રેઈડ કરી ભેંસવંશનુ 150 કીલો માંસ જેની કિંમત 15,000/- સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી વિરૂદ્ધ કડી પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.