દેશભરમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી રહી છે. જેથી અનલોકની પ્રક્રીયા હાથ ધરવામાં આવી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 92,596 કેસ નોંધાયા છે. જ્યારે તેની સામે 1,62,664 લાખ દર્દીઓ સાજા પણ થયા છે. જો છેલ્લા 24 કલાકમાં કોરોનાથી થયેલ મોત વાત કરીયે તો 2219 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશભરમાં અત્યાર સુધી કુલ કોરોના કેસ 2,90,89 હજારથી વધુ નોંધાયા છે. જ્યારે તેની સામે સાજા થયેલ દર્દીની સંખ્યા 2,75,04,126 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 2219 ના મોત સાથે કુલ મોતનો આંકડો- 3,53,528 પર પંહોચી ગયો છે. એવામાં અત્યાર સુધી કુલ 12,31,415 પેશન્ટ એક્ટીવ છે.