ગરવી તાકાત મહેસાણા : લાડોલ ગામે આવેલી શિવમ્ કેસ્ટર પ્રોડક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં રૂ. 1,54,87,980/- ની ઉચાપત અને છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો કંપનીના મેજર શેરહોલ્ડર અને ડિરેક્ટર ડો. ભરતભાઈ પટેલે આ મામલે ચાર ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દીપચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટર ભરતભાઈ પટેલ શિવમ્ કેસ્ટર પ્રોડક્ટ્સના મેજર શેરહોલ્ડર અને ડિરેક્ટર આ કંપનીનું વાર્ષિક ટર્નઓવર આશરે 200 કરોડ રૂપિયા જ્યારે તેનું મંજૂર થયેલું ભંડોળ 9.50 કરોડ રૂપિયા અને ભરાયેલું શેર ભંડોળ 8.75 કરોડ રૂપિયા ડો. પટેલ કંપનીનું વેચાણ કરવા વિચારી રહ્યા.
દરમિયાન, તેમના પરિચિત એરંડાના વેપારીઓ દિનેશભાઈ પટેલ અને કૌશિક પટેલે તેમને શૈલેષભાઈ ગોરધનભાઈ પટેલ અને સચિનભાઈ અનરાજભાઈ સંઘવી સાથે મુલાકાત કરાવી આ ઈસમોએ કંપની ખરીદવાનો વિશ્વાસ અપાવ્યો અને 23 કરોડ રૂપિયામાં સોદો નક્કી થયો. 5 એપ્રિલ, 2024ના રોજ વેચાણ કરાર કરવામાં આવ્યો જેમાં 31 માર્ચ, 2025 સુધીમાં સોદો પૂર્ણ કરવાનું નક્કી થયું મૌખિક સમજૂતી મુજબ, જ્યાં સુધી પૈસાની ભરપાઈ ન થાય ત્યાં સુધી શેર એસેટમાં કોઈ ફેરફાર થશે નહીં. ડોક્ટર હોવાના કારણે કેટલીક જવાબદારીઓમાંથી મુક્તિ મેળવવા માટે, 12 નવેમ્બર, 2024ના રોજ કંપનીનું સંચાલન શૈલેષભાઈ પટેલ અને સચિન સંઘવીને સોંપવામાં આવ્યું.
![]()
સંચાલન હાથમાં લીધા બાદ, શૈલેષ પટેલ અને સચિન સંઘવીએ અન્ય વ્યક્તિઓ સાથે મળીને ફણીધર એન્ટરપ્રાઈઝમાં માલ લાવ્યા-મોકલાવ્યા વગર ખોટા બિલો બનાવ્યા, જી.એસ.ટી. ચોરી કરી.તેમણે કેટલાક વેપારીઓ પાસેથી માલ મંગાવીને પૈસાની ચુકવણી કરી ન હતી અને માલના ઇન્વોઇસ-વાઉચરો બનાવી માલની હેરાફેરી કરી ખોટા બિલો અને વાઉચરો બનાવી શૈલેષ પટેલ, સચિન સંઘવી, કૃણાલ પટેલ અને ઋષભ પટેલ સહિત ચાર ઈસમો અને તેમના મળતિયાઓએ ભેગા મળી કંપનીમાંથી રૂ. 1,54,87,980/- ની ઉચાપત કરી છેતરપિંડી આચરી ડો. ભરત પટેલે આ ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.


