પાલનપુર નગરપાલીકા દ્વારા ગેરકાયદેસર રીતે ઉઘરાવેલ વિવિધ ફી નુ 1.25 કરોડ જેટલુ રીફન્ડ આપવા બાબતે રજુઆત કરાઈ

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત,બનાસકાંઠા
નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે ઉઘરાવેલ મકાન બાંધકામ મંજુરી ફી તેમજ મકાન ટ્રાન્સફર ફી…
રૂપિયા ૧૨૫ લાખથી પણ વધુ રકમનું રિફંડ વ્યાજ સાથે પ્રજાજનોને ચૂકવવા રજુઆત કરાઇ
પાલનપુર નગરપાલિકાના સદસ્ય અમૃતભાઈ જોષીએ પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને રજુઆત કરતાં જણાવ્યું હતું કે પાલનપુર નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે ૩૦/૦૭/૨૦૧૧ ના ઠરાવથી મકાન બાંધકામ મંજુરી ફી રહેઠાણમાં ૨૦૦ ટકા તેમજ કોમર્શિયલમાં ૪૦૦ ટકા તેમજ સામાજિક શૈક્ષણિક ધાર્મિક મંજુરી ફી માં ૧૦૦ ટકા વધારો કરવામાં આવેલ તેમજ તે જ રીતે મકાન ટ્રાન્સફર ફીમાં ૫૦ ટકા નો વધારો કરવામાં આવેલ હતો આમ ભાવ વધારાના ઠરાવની વિરુદ્ધમાં અમોએ કલેક્ટરશ્રી બનાસકાંઠાની કોર્ટમાં ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૨૫૮ મુજબ અપીલ દાખલ કરી ભાવ વધારાનો ઠરાવ રદ કરવા માટે દાદ માગેલ.

આ પણ વાંચો – સીપુ યોજનાના એન્જિનિયર પાસે 53.19 લાખની અપ્રમાણસર મિલકત મળી આવતા ચકચાર

બનાસકાંઠા કલેક્ટર દ્વારા તારીખ ૨૧/૦૩/૧૨ ના હુકમથી નગરપાલિકાના ઠરાવો મૂળ અસરથી રદ કરવાનો હુકમ કરવામાં આવેલ કલેકટરશ્રી બનાસકાંઠા ના હુકમની સામે નગરપાલિકા દ્વારા ૨૬/૦૩/૧૨ ના રોજ નિયામક નગરપાલિકાઓ ગાંધીનગરની કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવેલ નિયામકશ્રી દ્વારા કામચલાઉ મનાઈ હુકમ આપવામાં આવેલ આમ અમોએ કામચલાઉ મનાઈ હુકમ ઉઠાવવા નિયામકશ્રી ગાંધીનગરની કોર્ટમાં રજુઆત કરતા નિયામકશ્રી ગાંધીનગરની કોર્ટમાં સુનાવણી રાખવામાં આવતા અમારી લેખિત રજુઆતો તેમજ દલીલોને ગ્રાહ્ય રાખી નિયામકશ્રી નગરપાલિકાઓ ગાંધીનગરની કોર્ટ નગરપાલિકા પાલનપુરે દાખલ કરેલ અપીલ નામંજુર કરી કલેક્ટરશ્રી બનાસકાંઠાના હુકમ નંબર ડી/નપા/અપીલ/૬/૨૦૧૧ તારીખ ૨૧/૦૩/૧૨ નો હુકમ કાયમ રાખવામાં આવે છે, તેવું જજમેન્ટ તારીખ ૨૬/૦૩/૧૩ ના રોજ નિયામક શ્રી ગાંધીનગરની કોર્ટ દ્વારા આપવામાં આવેલ પાલનપુર નગરપાલિકા દ્વારા નિયામકશ્રી ગાંધીનગરના તારીખ ૨૬/૦૩/૧૩ ના હુકમ ની સામે તારીખ ૧૪/૦૬/૧૩ ના રોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ બોર્ડના સચિવશ્રી સમક્ષ અપીલ દાખલ કરવામાં આવેલ પરંતુ શહેરી વિકાસ વિભાગ દ્વારા પાલનપુર નગરપાલિકાની તારીખ ૦૩/૦૮/૨૦૧૩ ના રોજ રિવિઝન અરજી રદ કરવામાં આવેલ નામંજુર કરવામાં આવેલ દફતરે કરવામાં આવેલ.

આ પણ વાંચો – ઉંઝા APMC ના ચેરમેનનો અનઅધિકૃત માણસ સેસ ઓફિસમાં પૈસાની લેવડ દેવડ કરતો કેમેરામાં કેદ

આમ પાલનપુર નગરપાલિકા ની અપીલ નિયામકશ્રી ગાંધીનગર તેમજ શહેરી વિકાસ વિભાગ ગાંધીનગર ની કોર્ટમાં અપીલ ના મંજૂર કરવામાં આવેલ તેમજ ભાવ વધારો રદ કરવામાં આવેલ છતા પણ પાલનપુર નગરપાલિકા દ્રારા તેનો અમલ ના કરતા અમોએ તારીખ ૨૫/૦૬/૨૦૧૪ થી લેખિત રજુઆત કરતા પાલનપુર નગરપાલિકા દ્રારા જુના ભાવો પ્રમાણે ફી લેવાનું ચાલુ કરેલ આમ ભાવ વધારા નો ઠરાવ મૂળ અસરથી રદ થવાને કારણે પ્રજાજનો પાસેથી નગરપાલિકા દ્વારા ઉઘરાવેલ ભાવ વધારાના નાણાંનું રિફંડ અપાવવા અમોએ નિયામકશ્રી ગાંધીનગરની કોર્ટમાં રજૂઆત કરતા પાલનપુર નગરપાલિકાના તત્કાલીન મુખ્ય અધિકારી દ્વારા તારીખ ૧૧/૦૨/૧૬ ના પત્રથી નાયબ કલેક્ટરશ્રી તેમજ કલેકટરશ્રી બનાસકાંઠા તેમજ નિયામકશ્રી ગાંધીનગરને નગરપાલિકાની આર્થિક સ્થિતિ સુધરશે ત્યારે રિફંડ ચૂકવવામાં આવશે તેવી લેખિત ખાત્રી આપવામાં આવેલ, તેમજ ચૂકવવાપાત્ર રકમનું લિસ્ટ પણ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ ત્યારબાદ નોટબંધીના કારણે નગરપાલિકાને મોટી આવક થઇ હોવાથી અમોએ કલેકટરશ્રી બનાસકાંઠા ને તેમજ નગરપાલિકા પાલનપુર ને રિફંડ વ્યાજ સાથે ચૂકવવા લેખિત રજુઆત કરેલ પરંતુ રિફંડ ચૂકવવામાં આવેલ નથી.

આ પણ વાંચો – બનાસડેરીના વાઇસ ચેરમેન માવજી દેસાઈ દ્વારા કરાયેલી પિટિશન હાઈકોર્ટે નકારી

તાજેતરમાં પાલનપુર નગર પાલિકાના ઘરવેરા શાખામાં રૂપિયા ૮ (આઠ) કરોડ થી પણ વધારે રકમની ઘરવેરાની જંગી આવક થયેલ છે તેમજ સરકાર શ્રી દ્વારા પણ કરોડોની ગ્રાન્ટ આપવામાં આવેલ છે તેનું વ્યાજ પણ જમા થયેલ છે. તો તાત્કાલિક પ્રજાજનો પાસેથી ઉઘરાવેલ ગેરકાયદેસર મકાન બાંધકામ મંજૂરી ફી તેમજ મકાન ટ્રાન્સફર ફી નું રિફંડ વ્યાજ સાથે પરત આપવા અમારી રજુઆત છે.
જો દિન – ૭ માં રિફંડ વ્યાજ સાથે ચુકવવામાં નહીં આવે તો અમો કાયદેસરની આગળની કાર્યવાહી કરીશું જેની નોંધ લેશો તેવું વોર્ડ નંબર ૮ ના પાલિકા સદસ્ય અમૃત જોષીએ જણાવ્યું હતુ.
રીપોર્ટ: જયંતિ મેતિયા
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.