કડી તાલુકાના થોળ ગામની સીમમાં ચાલતાં જુગારધામ પરથી મહેસાણા એલસીબીએ 1.15 લાખની રોકડ કબજે કરી 

શેર કરવા અહીં ક્લિક કરો.

થોળ ગામે જુગારધામ પર એલસીબીએ રેઇડ કરતાં 6 જુગારીઓ ઝડપાયા જ્યારે બે ભાગી છૂટ્યાં 

જુગારધામ પરથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કુલ રુપિયા 4.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો 

ગરવી તાકાત, મહેસાણા તા. 03- (Sohan Thakor) મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કડી તાલુકાના થોળ ગામની સીમમાં ખરાબામાં ચાલતાં જુગારધામ પરથી 6 જુગારીઓને ઝડપી પાડી રોકડ રકમ રુપિયા 1, 15, 000 તથા 6 મોબાઇલ કિંમત 2,20,000 તથા સીએનજી રીક્ષા કિંમત 1,00,000 તથા મોટર સાયકલ 30,000 મળી કુલ રુપિયા 4,65,000નો મુદ્દામાલ કબજે કરી કુલ 8 શકુનિઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા જિલ્લામાં ચાલતી પ્રોહિબીશ, જુગાર સહિતની અસમાજિક પ્રવૃતિઓને ડામી દેવાના મહેસાણા જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાયે આપેલા આદેશ મુજબ મહેસાણા એલસીબી પી.આઇ એસ.એસ.નિનામાના નેતૃત્વ હેઠળ પીએસઆઇ એમ.ડી.ડાભી, કિરણજી, વિજયસિંહ, લાલાજી, રમેશભાઇ, અજયસિંહ, રવિકુમાર સહિતનો એલસીબી સ્ટાફ બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમિયાન હેકો. વિજયસિહ તથા લાલાજીને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઠાકોર બુધાજી વરસંગજી રહે. થોળ, મોટો ઠાકોરવાસ તા. કડીવાળો જુઆરી બહારથી માણસો બોલાવી થોળ ગામની સીમમાં ખુલ્લા ખરાબામાં જુગારધામ ચલાવી રહ્યો છે.

જે બાતમીના આધારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ થોળ ગામે પહોંચી જુગારધામ પર રેડ કરતાં દોડધામ મચી જવા પામી હત. જેમાં જુગારધામ પરથી પોલીસે 6 જુગારીઓને ઝડપી પાડ્યાં હતા જ્યારે બે જુગારી ભાગી જવામાં સફળ રહ્યા હતા. એલસીબીએ જુગારધામ પરથી રોકડ રકમ રુપિયા 1, 15, 000 તથા 6 મોબાઇલ કિંમત 2,20,000 તથા સીએનજી રીક્ષા કિંમત 1,00,000 તથા મોટર સાયકલ 30,000 મળી કુલ રુપિયા 4,65,000નો મુદ્દામાલ કબજે કુલ 8 જુગારીઓ વિરુદ્ધ જુગારાધારા એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જુગારધામ પરથી ઝડપાયેલા જુગારી

(1) ઠાકોર આશીષજી રામાજી રહે. થોળ જીનવાસ તા. કડી

((2) ઠાકોર બચુજી ભીખાજી રહે. વાયણા, તા. કલોલ

(3) પટેલ જીતેન્દ્રકુમાર દશરથભાઇ રહે. રાચરડા તા. કલોલ

(4) ઠાકોર ગુણવંતજી પ્રતાપજી રહે. ઘુમા તા.જી. અમદાવાદ

(5) ઠાકોર ખોડાજી બાબુજી રહે. વાસજડા તા. કલોલ

(6) મોચી અજયકુમાર અરવિંદભાઇ રહે. રહે. ઘુમા, તા.જી. અમદાવાદ

જુગારધામ પરથી ભાગી ગયેલા જુગારીઓ

(7) ઠાકોર બુધાજી વરસંગજી રહે. થોળ, મોટો ઠાકોરવાસ તા. કડી

(8)  ઠાકોર સોમાજી બળદેવજી રહે. થોળ ટેબાવાસા તા. કડી

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.