સૂરતનાં છેવાડાનાં સાત ગામો પાણી વિહોણા બન્યા, તંત્ર અને નેતાઓ શું કરી રહ્યા છે સવાલો ગુંજ્યા

શેર કરવા અહીં ક્લિક કરો.

ઉનાળાની સીઝનમાં પાણીની કમી એક મોટો પ્રશ્ન બની જાય છે. આગ ઝરકતી ગરમીમાં પાણી મામલે ગુજરાતનાં ઘણા ગામો તકલીફમાં હોવાનું સામે આવી રહ્યુ છે. હવે સૂરતથી પણ પાણીની સમસ્યા બહાર આવી રહી છે. સૂરતમાં છેવાડાનાં સાત ગામનાં લોકો પાણી વિહોણા થયા છે. અહી આ પહેલા ઘણીવાર પાણી ચોરીની વ્યાપક ફરીયાદો ઉઠી છે. લોકોનું કહેવુ છે કે અમે તંત્રને ઘણીવાર ફરીયાદ કરી પરંતુ તે આંખ આડા કાન કરતુ આવ્યુ છે.ઓલાપાડનાં સાત જેટલા ગામો પાણી વિહોણા બનતા લોકોમાં ભારે ગુસ્સો દેખાઇ રહ્યો છે.

 અહી કાંઠા વિસ્તારનાં ગામો સિંચાઇ પાણીથી વંચિત રહ્યા છે. રોટેશન મુજબ પાણી છોડવામાં આવતુ હોવા છતા પણ પાણી પહોચતુ નથી હોવાનું પણ લોકોનું કહેવુ છે. મંતવ્ય ન્યૂઝને મળેલી માહિતી મુજબ ઓલપાડમાં પાણીની સમસ્યા આજની નથી, વર્ષોથી ગામનાં લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તંત્ર અને રાજનેતાઓ આ મુદ્દે આંખ આડા કાન કરતા આવ્યા છે. સિંચાઇમાં પાણીની કમી સાથે હવે પરિસ્થિતિ એવી બની છે કે ગામનાં લોકોને પીવા સુધીનું પાણી પણ મળતુ નથી

.ગામનાં લોકોનું કહેવુ છે કે, આ સવાલોને અમે તંત્ર અને નેતાઓની સામે વારંવાર ઉઠાવ્યા છે પરંતુ હવે જ્યારે ચુંટણી પૂરી થઇ અને વોટ તેમના ખાતામાં પડી ગયા એટલે તેમની જવાબદારીઓ પૂર્ણ થઇ ગઇ હોય તેવુ લાગી રહ્યુ છે. અહી અમારા ઢોરને પીવા પાણી નથી, સિંચાઇ માટે પાણી નથી, શું કરીએ અમે કોને કહીએ? જ્યા સુધી પેટીમાં મત જોઇતા હતા ત્યા સુધી નેતાઓ અહી આંટા મારતા રહ્યા હવે મતદાન પૂર્ણ થઇ ગયુ એટલે અમને કોઇ જોવા સુધી પણ આવતુ નથી.

શેર કરવા અહીં ક્લિક કરો.