સુરેન્દ્રનગર લીમડી નેશનલ હાઇવે પર બે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. (રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર)સુરેન્દ્રનગર લીમડી નેશનલ હાઇવે પર બે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે 10થી વધુ લોકોને ઇજા થઇ છે. આ ટ્રિપલ અકસ્માતમાં ઇજાગ્રસ્તોમાં 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ છે. જેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અન્ય ઇજા

 હાલ સ્થાનિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.ગ્રસ્તોને લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.આ મામલે મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર લીમડી નેશનલ હાઇવે પર સ્વિફ્ટ કાર, ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એટલો ઘડાકાભેર અકસ્માત સર્જાયો કે સ્વિફ્ટ કારની એરબેગ પણ ખુલી ગઇ હતી. જેના કારણે એમાં બેઠેલા લોકો બચી ગયા હતાં.આ ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસનો કાફલો અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.હાલ સ્થાનિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.દુર્ઘટનાને કારણે રસ્તા પર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતાં

Contribute Your Support by Sharing this News: