ગરવીતાકાત, સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના બામણબોર ખાતે એક મકાનમાં ટીવી બ્લાસ્ટ થયો છે જેમાં માતા સાથે પુત્રી પણ આગથી ભડથુ થઈ ગઈ છે. આગમાં માતા પુત્રીનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવને પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરતાં માતા પુત્રીના મૃતદેહને પોસ્ટ મોટ્રમ માટે ખસેડ્યા હતા.

બનાવની મળતી વિગતો પ્રમાણે, બામણબોર નજીકના આનંદપુર ગામે રાત્રીના સમયે માતા અને પુત્રી સુઈ રહ્યા હતા. જોકે ટીવી ચાલુ રહી ગયું હતું. દરમિયાનમાં ટીવીમાં ધડાકો થયો હતો. જેને પગલે ઘરમાં આગ લાગી ગઈ હતી. આ એટલી વિકરાળ બની ગઈ હતી કે માતા અને પુત્રી તે આગમાં ભડથું થઈ ગયા હતા. ટીવીમાં શોર્ટસર્કીટથી આ ઘટના બની હોવાનું પ્રાથમિક માનવામાં આવી રહ્યું છે. જોકે પોલીસ અને ફોરેન્સીક તપાસના રિપોર્ટ બાદ આ અંગે આગનું સચોટ કારણ જાણી શકાશે. હાલ પોલીસે માતા પુત્રીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી વધુ તજવીજ હાથ ધરી છે.