હોમ આઈસોલેટ કોરોના દર્દીઓને મળશે સારવાર:સી.આર.પાટિલ દ્રારા કરાયું લોકાર્પણ
ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી સાંસદ સી આર પાટીલની ઉપસ્થિતમાં વિકાસ કામોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
પાલ શહેરી આરોગ્ય કેન્દ્ર પર અંકલેશ્વર ઇકો એનર્જી લિમિટેડ ના સૌજન્ય થી અને બામરોલી શહેરી આરોગ્ય કેન્દ્ર ઉપર કલર ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રા લિમિટેડ ના સૌજન્યથી હવા માં રહેલ ઑક્સીજન ને પ્રોસેસ કરી ઓક્સિજન ઉત્પન્ન કરી શકે તેવા પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા પ્લાન્ટ દીઠ એક દિવસમાં ૩૪ ઑક્સીજન સિલિન્ડર જેટલો ઑક્સીજન જનરેટ થાય છે.જરૂરિયાત વાળા ૩૪-૪૨ દર્દીઓને ઑક્સીજન પૂરું પાડી શકાય છે.જો દર્દી વેન્ટિલેટર પર હોય અને ૧૫ લિટર/મિનિટ ઑક્સીજન ની જરૂરિયાત હોય તો ૧૦-૧૨ વેન્ટિલેટરવાળા દર્દીઓને ઑક્સીજન પૂરો પાડી શકાય છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા ઘરે ઑક્સીજન ની સારવાર લેતા દર્દીઓ ઉપયોગ કરી શકે તે માટે “ઓક્સિજન એક્સપ્રેસ” બસ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જરૂરિયાત વાળા(પોસ્ટ કોવિડ રિકવરી ફેઝ) દર્દીઓને ભારત તથા વિદેશ ના વિવિધ દાતા ઓ પાસેથી મળેલા ૪૦૦ ઉપરાંત પૈકી ઑક્સીજન કોન્સન્ટ્રેટર આપવામાં આવશે આવા દર્દીઓ સુરત મહાનગરપાલિકા ના ટોલ-ફ્રી નંબર 18001238000 અને smc.oxygenexpress@gmail.com (ઇ-મેલ) પર જાણ કર્યેથી, જરૂરી પુર્તતા કરી ઑક્સીજન કોન્સન્ટ્રેટર પૂરું પાડવામાં આવશે.આ પ્રસંગે સુરતના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા,ડે. મેયર દિનેશભાઈ જોધાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશભાઈ પટેલ,મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાની,શાસક પક્ષ નેતા અમિતસિંગ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા