સુરતમાં 15 કરોડના ખર્ચે 3 ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડ : CM કરશે ઉદ્ઘાટન

શેર કરવા અહીં ક્લિક કરો.

ગ્રાઉન્ડ નું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવશે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સાઉથ ગુજરાત તેમજ આદિવાસી પટ્ટામાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોય છે. જો કે, અત્યાર સુધી આ વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ કક્ષાએ રમત રમી શકે તે માટે કોઇ પણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ ન હતી.

 વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે રૂપિયા 15 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ કક્ષાએ ત્રણ મેદાનો તૈયાર કરવામાં આવ્યા છે. જેનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવશે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સાઉથ ગુજરાત તેમજ આદિવાસી પટ્ટામાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોય છે. જો કે, અત્યાર સુધી આ વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ કક્ષાએ રમત રમી શકે તે માટે કોઇ પણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ ન હતી. જો કોઇ વિદ્યાર્થીએ ઇન્ટરનેશનલ રમતમાં ભાગ લેવો હોય તો તેઓએ અન્ય શહેરના મેદાનમાં જઇને પ્રેક્ટિસ કરવાની નોબત આવતી હતી.

જો કે, હવે વિદ્યાર્થીઓની ઇન્ટરનેશનલ કક્ષાએ રમત રમવાનું સપનું સાકાર થવા જઇ રહ્યું છે. યુનિવર્સિટી દ્વારા રાજ્ય સરકારને ઇન્ટરનેશનલ કક્ષાનું મેદાન પૂરૂ પાડવા રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતને લીલીઝંડી આપી રૂપિયા 15 કરોડના ખર્ચે હોકી, વોલીબોલ, દોડ, વોટર ગેમ્સ સહિતની 22 જેટલી રમતો રમી શકાય તેવા ત્રણ મેદાનો તૈયાર કરવામાં આવ્યા છે.

યુનિવર્સિટી દ્વારા રૂપિયા 5 કરોડ અને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 10 કરોડનો ફાળો આપશે. આ સાથે યુનિવર્સિટી પોતાના ખર્તે ઇન્ટરનેશનલ રમત માટે તૈયાર થઇ રહેલા વિદ્યાર્થિઓને હાઇજીન ફૂડ મેનુ આપશે તથા તેમને પુરતા કોચ પણ પુરા પાડશે. યુનિવર્સિટીમાં જે રીતે ત્રણ મેદાનો તૈયાર કરવામાં આવ્યા છે, તેને લઇને વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ વિવિધ રમતમાં ભાગ લેતા હતા તેઓ ખુલ્લા મેદાનમાં પ્રેક્ટીસ કરતા હતા. અથવા તેઓ અન્ય શહેરમાં ઉભા કરાયેલા મેદાનમાં જવું પડતું હતું. જેમાં તેઓનો સમય અને રૂપિયા પણ વધુ ખર્ચાતા હતા. આજે જ્યારે સુરતની યુનિવર્સિટીમાં જ તમામ પ્રકારની સુવિધા યુક્ત ગ્રાઉન્ડ મળવા જઇ રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓમાં ખુશીનો પાર રહ્યો નથી.

વિદ્યાર્થીઓ અહીંથી દોડ, હોકી, વોલીબોલ, ગોળા ફેક, સહિતની 22 જેટલી ઇન્ટરનેશનલ રમત માટે વગર ખર્ચે તૈયારી કરી શકશે. આ સાથે જ વિદ્યાર્થીઓ માટે સ્વિમિંગ પુલ પણ તૈયાર કરવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ કક્ષાથી અડધાનું આ સ્વિમિંગ પુલ તૈયાર કરવામાં આવ્યું છે. જો કે, આવતી કાલે આ ત્રણેય મેદાનોનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે.

શેર કરવા અહીં ક્લિક કરો.