સુરતમાં ટયુંશન કલાસમાં લાગેલી ભીષણ આગમાં 20 જેટલાં બાળકોએ જીવ ગુમાવતા મહેસાણા,પાલનપુર,ડીસા સહીતના વિસ્તારોમાં તપાસ હાથ ધરાઈ

શેર કરવા અહીં ક્લિક કરો.

સુરતમાં ટયુંશન કલાસમાં લાગેલી ભીષણ આગમાં 20 જેટલાં બાળકોએ જીવ ગુમાવતા તંત્ર અને સરકાર હચમચી જવા પામી છે.સુરત ઘટનાના પગલે બનાસકાંઠામાં મહેસાણા માં પણ આગની ઘટનાઓને રોકવા માટે જિલ્લા કલેકટર દ્રારા તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં જિલ્લાની મુખ્ય નગરપાલિકા અને ડિજાસ્ટર મેનેજમેન્ટને બિલ્ડિંગ બાયલોજ નિયમોનું કડકાઈથી પાલન કરાવવા માટે કલેકટર સંદીપ સાંગલે દ્રારા આદેશ કરવામાં આવ્યા હતા.જેમાં બહુમાળી બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી જરૂરી હોય જે બિલ્ડીંગમાં ફાયર સેફ્ટી નહીં હોય તેમના સામે કડક પગલાં ભરવા માટે આદેશ કરવામાં આવ્યા છેત્યારે કલેક્ટરની સુચનાથી ત્રણ ટીમો બનાવાઈ છે.ટયુશન કલાસિસ પર તપાસ શરુ કરાઈ છે. મહેસાણા,પાલનપુર,ડીસા સહીતના વિસ્તારોમાં તપાસ હાથ ધરાઈ છે. જીલ્લા શિક્ષણ અધિકારી સહીતની ટીમો તપાસ અર્થે નીકળી છે.જ્યારે મહેસાણા નગરપાલિકા ની કોઈ જવાબદારી ના હોય તેવુ જણાઇ અવ્યું હતુ

 

શેર કરવા અહીં ક્લિક કરો.