આરોપી સુરત શહેર ના 20 જેટના મોબાઈલ સ્નેચર ના સંપર્ક રહીને માત્ર 10 થી 20 ટકા કિંમતે મોબાઈલ ફોન ખરીદી કરી વેચતો હતો :પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને એકને વોન્ટેડ જાહેર કરીયો છે. સુરત શહેરમાં ચોરાયેલ ફોનને બહાર ગામ વેચવાનું રેકેલ ચાલે છે. સુરતનો એક વેપારી ચોરીના મોબાઈલ ફોન ખરીદી વોટ્સપ પર સોદાબાજી કરી ટ્રાવેલર્સમાં બોટાદ ખાતે મોકલી આપે છે. આ રેકેટનો છેલ્લા બે વર્ષમાં 1200 ફોન મોકલવામાં આવ્યાની વિગત મળતા એક આરોપીને પકડી પડી આ કૌભાંડનો સુરત ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.(કિર્તેશ પટેલ, સુરત) સુરત શહેરી વિસ્તારમાં લાંબા સમયથી મોબાઈલ ચોરીની ઘટના વધતી જાય છે અને ચોરીના મોબાઈલ વેચવાનું એક રેકેલ ચાલે છે. આ બાતમીનાના આધારે પોલીસે આ દિશામાં તપાસ શરુ કરી હતી.ત્યારે હકીકત મળી હતી કે ભાગાતળાવ વિસ્તારમાં એક યુવક તનીમ અહેમદ અબ્દુલ કરીમ કાપડિયા નામનો યુવક શહેરના અલગ અલગ વિસ્તારમાં મોબાઈલ ફોન ચોરી કરતા યુવકો પાસેથી છેલ્લા બે વર્ષથી ચોરીના મોબાઈલ ફોન ખરીદી કરે છે.
Contribute Your Support by Sharing this News: