સુજલામ સુફલામ સમાપન કાર્યક્રમ મરતોલી ગામે યોજાશે

શેર કરવા અહીં ક્લિક કરો.

રાજ્યસરકાર દ્વારા ૦૧ લી મે થી સુજલામ સુફલામ જળસંચય યોજના અંતર્ગત નદી, નાળા, તળાવો ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.  વરસાદી પાણીનો વધું સંગ્રહ થાય અને પાણીના તળ ઉંચા આવે તેવા આશયથી આયોજન કરવામાં આવ્યું છે. સરકારે હાથ ધરેલ આ જળસંચય અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લામાં પણ ઠેરઠેર તળાવો અને નદી-નાળામાંથી માટીકાંપ કાઢવાની કામગીરી પૂરજોશે ચાલી રહી છે. ત્યારે આગામી તા. ૩૧  મે ના રોજ  મરતોલી ગામે સવારે ૦૮-૦૦  કલાકેથી સુજલામ સુફલામ જળસંચય અભિયાનના સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

મહેસાણા જિલ્લાનો સમાપન સમારોહ જોટાણા તાલુકાના મરતોલી ગામે યોજાનાર છે.૩૧ મે ૨૦૧૮ને ગુરૂવારે સવારે ૦૮-૦૦ કલાકથી  યોજાનાર કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ,સાંસદશ્રી જયશ્રીબહેન પટેલ વિધાનસભા દંડક ભરતસિંહ ડાભી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેનાર છે.આ દિવસે નર્મદા કળશ પૂજન,ફોટો પ્રદર્શન સહિત સ્ટેજ કાર્યક્રમો યોજાવાના છે.

સુજલામ સુફલામ કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જિલ્લામાં જળસંચયના ૩૪૩ કામોમાંથી ૯૬ કામો પુર્ણ અને ૨૪૭ કામો પ્રગતિમાં છે જે પુ્ર્ણતાના આરે છે. જિલ્લામાં તળાવ અને ચેકડેમ ડીસીલ્ટીંગ કામોમાં ૧૫૨ જેસીબી અને ૩૨૪ ટ્રેકટરો કામ લાગ્યા છે. મહેસાણા જિલ્લામાં અભિયાન તળે જિલ્લાના ૨૪૬ ગામોને આવરી લેવામાં આવેલ છે.આ અભિયાનથી વહી જતાં પાણીનો સંગ્રહ થશે ,પશુપંખી માટે આશિર્વાદરૂપ,કાંઠા વિસ્તારના ખેતરોમાં સિંચાઇથી ખેડુતોને ફાયદો થશે અને અતિ મહત્વનું ગામનું પાણી ગામમાં રહેશે

જિલ્લામાં લોકભાગીદારીથી ૧૧૨ કામો,મનરેગા યોજના હેઠળ ૧૬૫ કામો,વનવિભાગ દ્વારા ૨૩ કામો,નગરપાલિકાઓ દ્વારા ૪૩ કામો અને પાણી પુરવઠા દ્વારા ૯૦૫ એરવાલ્વ નિરીક્ષણ,૧૬૫ કિમી નહેરોની મરામત અને ૬૫૩ કિમી પાઇપલાઇન રીપેરીંગના કામો કરાયા છે.

આજ દિન સુધી લોકભાગીદારીના  ૪૮ કામો ૬૮ જેસીબી અને ૧૨૮ ટ્રેકટરનો ઉપયોગ કરી પુર્ણ કરાયા છે.આ ૪૮ કામોમાં ૧,૫૦,૦૦૦  ઘનમીટર માટીનો જથ્થો  બહાર નીકાળવામાં આવ્યો છે. ૪૮ કામોથી જિલ્લામાં ૦૫,૮૪ એમ.સી.એફ.ટી જળસંચયમાં વધારો થયો છે. જિલ્લામાં માત્ર લોકભાગીદારીના  ૧૧૨ કામો પુર્ણ થવાથી ૦૨ લાખ ઘનમીટર માટી નીકળી ૦૭.૦૬ એમસીએફટી જળસંગ્રહ થવાનો છે.

મહેસાણા જિલ્લામાં ૩૦૦૦ ઘનમીટર કરતાં વધુ માટી જિલ્લાના ૨૦ થી વધુ ગામોમાં નીકાળવામાં આવી છે.માટીનો ઉપયોગ જાહેર રસ્તા,શાળાનું મેદાન,ધોવાણ,સમાજની વાડીઓ,ખેડુતોના ખેતરોમાં તેમજ નદી કાંઠે રેઇનકટ પુરાણમાં ઉપયોગ કરવામાં આવેલ છે

 

જિલ્લામાં મનરેગા અને જળસ્ત્રાવ વિકાસ એકમ દ્વારા ૧૬૫ જેટલા જળસંચયના કામો થવાના છે. જેમાંથી ૨૦૧૭ મજુરો દ્વારા ૧,૯૩,૧૨૮ માનવદિન રોજગારી ઉત્પન થનાર છે. જળસ્ત્રાવ વિકાસ એકમ દ્વારા ૩૮,૩૦૫ માનવદિન રોજગારીનું સર્જન થશે

જિલ્લામાં ૯૨૮ એરવાલ્વ અને ૬૫૩ કિમી લંબાઇની પાઇપલાઇન નિરીક્ષણથી દૈનિક ૩૦ હજાર લિટર પાણીની બચત થશે૦૮ કિલોમીટર લાંબી ધામણી નદીને રૂ.૧૦૬.૧૧ લાખના ખર્ચે મનરેગા યોજના હેઠળ પુનર્જીવીત કરાઇ રહી છે.

જિલ્લામાં એ.પી.એમ.સી બજારો,ઓ.એન.જી.સી,વનફાઉન્ડેશન,ગ્રામપંચાયતો,કરૂણાસેતુ  અને આર્યા ટ્રસ્ટ,સ્ટીલ સ્ટ્રીપ,મેકન,નવદિપ લોક કલ્યાણ ટ્રસ્ટ,રવિ ઇન્ફા,જય ઉમા કનસ્ટ્રકશનથી જળસંચયના કામો થઇ રહ્યા છે.  જિલ્લામાં ઓ.એન.જી.સી,  એ.પી.એમ.સી વિસનગર,એલ.એન.ટી કંપની,નવદીપ કલ્યાણ સેવા ટ્રસ્ટ,રત્નમણી કંપની જેવી સંસ્થાઓનો સહયોગ મળ્યો છે.

શેર કરવા અહીં ક્લિક કરો.