સુજલામ સુફલામ જળઅભિયાન- જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠકસુજલામ સુફલામ અભિયાન થકી જિલ્લામાં આમુલ પરિવર્તન થવાનું છે -જિલ્લા કલેકટર એચ.કે.પટેલ

મહેસણા

મહેસાણા જિલ્લા કલેકટર એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને સુજલામ સુફલામ જળ અભિયાનની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.જેમાં જિલ્લા કલેકટરે  જણાવ્યું હતું કે આ અભિયાનમાં જનભાગીદારી જોડાઇ રહી છે. અભિયાનમાં વધુ જનભાગીદારી જોડાય તેવો આપણે સૌએ સહિયારો પ્રયાસ કરવાનો છે. સુજલામ સુફલામ જળ અભિયાન થકી જિલ્લામાં આમુલ પરિવર્તન આવવાનું છે. બેઠકમાં જિલ્લા કલેકટરે અભિયાનને વેગવંતુ બનાવવા વિવિધ સુચનો કર્યા હતા. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મનોજ દક્ષિણી, નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા,પ્રાન્ત અધિકારીઓ,મામલતદારશ્રીઓ,તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ,સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા