સિદ્ધપુરના બ્રહ્મસમાજના યુવાનના બે હત્યારાઓને આજીવન કેદ

ગમ્યું તો આગળ શેર કરો.

          સિદ્ધપુર શહેર માં રહેતા અને બેક માં નોકરી કરતા પિતા અને માતા ના વહાલસોયા નું ખંડણી માટે પાડોશી યુવાનો દ્વારા પોતાના મોજશોખ પુરા કરવા ખાતર અપહરણ કરી પકડાઈ જવાની બીકે હત્યા કરી નાખતા સમગ્ર પરિવાર સહિત સમાજ અને શહેર માં રોષ ની લાગણી ફેલાઇ હતી અને ૨ આરોપી ઓ માટે લોકો એ ફિટકાર ની લાગણી વરસાવી હતી જે કેસ ૪ વર્ષે પાટણ ડિસ્ટ્રીક કોર્ટ માં ચાલી જતા સરકારી વકીલ ની ધારદાર દલીલો ને કોર્ટે માન્ય રાખી આરોપીઓને આજીવન કેદ ની સજા ફટકારતા બ્રહ્મ સમાજ સહિત શહેર માં આનંદ ની લાગણી વ્યાપી ગઈ હતી આ અંગે ની હકીકત એવી છે કે સિદ્ધપુર બિંદુ સરોવર પાસે આવેલ કૃષ્ણ નગર સોસાયટી માં રહેતા હિતેશકુમાર ચંદુલાલ ઠાકર પોતે બેન્ક માં ફરજ બજાવે છે જેમના સંતાન માં ૧ પુત્રી અને ૧ પુત્ર હતો જે ખેરવા ગણપત યુનિવર્સીટી ખાતે કોમ્પ્યુટર એન્જીનયરિંગ માં અભ્યાસ કરતો હતો જે ૧૭ ઓગસ્ટ ૨૦૧૫ ના રોજ નિત્યક્રમ મુજબ કોલેજ જવા નીકળ્યો હતો ત્યારે સવારે એકાએક ૧૧ કલાક ના સુમારે પુત્ર દેવાંગ ના મોબાઈલ પરથી કોઈ અજાણ્યા ઇસમ નો હિન્દી ભાષા માં વાત કરતો ફોન આવ્યો હતો કે મેં તમારા પુત્ર નું અપહરણ કર્યું છે જેને જીવતો પાછો જોઈતો હોય તો ૨ વાગ્યે ઊંઝા ૪૦ લાખ રૂપિયા લઈને આવી જજો ત્યારે હિતેશભાઈ એકાએક હેબતાઈ ગયા હતા અને ફરી અપહરણકરો નો ફોન આવે તેની રાહ જોઈ રહ્યા હતા પરંતુ મોડે સુધી ફરી ફોન ના આવતા પરિવારજનો દ્વારા સિદ્ધપુર પોલીસ ને ઘટના ની જાણ કરતા પોલીસ હરકત માં આવી જઈ અલગ અલગ ટિમો બનાવી તપાસ હાથ ધરતા શંકા આધારે પાડોશી ૨ યુવાનો ની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા ભાંગી પડેલ આરોપી રવિ શાહ અને ધવલ દરજી દ્વારા યુવાન ના અપહરણ અને અપહરણ બાદ પકડાઈ જવાની બીકે બાલારામ ના કોતરો માં લઇ જઇ હત્યા કરી લાશ દાટી દીધા ની કેફિયત કબુલતા પોલીસે ઘટનાસ્થળે જઇ યુવાન ના મૂર્તદેહ ને જમીન માંથી કાઢી પીએમ સહિત ની કાર્યવાહી કરી બંને આરોપી ને જેલ હવાલે કર્યા હતા જે કેસ શુક્રવારે પાટણ ડિસ્ટ્રીકટ કોર્ટ માં ચાલી જતા સરકારી વકીલ મિતેષ પંડ્‌યા ની ધારદાર રજૂઆતો ને ડિસ્ટ્રીકટ જજે ગ્રાહ્ય રાખી આરોપીઅને અપહરણ,ખંડણી અને હત્યા સહિત ના ગુન્હા માં જવાબદાર ઠેરવી આજીવન કેદ ફટકારી હતી ઉલ્લેખનીય છે કે ૪ વર્ષ કોર્ટ માં કેસ ચાલી જઇ ચુકાદો આવતા પરિવાર માં એક નો એક પુત્ર ખોયા નું દુઃખ હતું જ્યારે બીજી તરફ ન્યાય મળ્યા નો સંતોષ પણ જોવા મળ્યો હતો જ્યારે કોર્ટ ના ચુકાદા ને સિદ્ધપુર બ્રહ્મ સમાજ સહિત સમગ્ર શહેરે વધાવી લઈ ખુશી વ્યક્ત કરી હતી.

ગમ્યું તો આગળ શેર કરો.