સાબરમતી વિસ્તારમાંથી મુંબઇનું નેટવર્ક ઝડપાયું આઇપીએલ પર સટ્ટો રમાડતા ૨ની ધરપકડ

શેર કરવા અહીં ક્લિક કરો.

આઇપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમવાની જાણે આજકાલ પ્રથા જ બની ગઇ હોય એમ વારે તહેવારે સટ્ટો રમતા લોકોને પોલીસ પકડી પાડે છે, જ્યારે આજે અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાંથી સટ્ટો રમાડતા બે લોકોની પોલીસે ધરપકડ કરી છે, તો રાજકોટમાં પણ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. બાતમી હકીકત આધારે સ્કોડના સ્ટાફે સાબરમતી, ધર્મનગર રોડ, પાવર હાઉસની સામે આવેલ સમૃધ્ધી રેસીડેન્સીના બીજા માળે આવેલ ફ્‌લેટ નં.૨૦૨ ખાતે પોલીસ સ્ટાફ સાથે રેઇડ કરતા જણાવેલ ૨૦૨, સમૃધ્ધી રેસીડેન્સી ફ્‌લેટમાં રહેતા (૧) જીત મુકેશ જૈન -ઉ.વ.૨૬, રહે. મકાન નં.૭૦૩, સમૃધ્ધી રેસીડેન્સી, પાવર હાઉસની સામે, ધર્મનગર રોડ, સાબરમતી, અમદાવાદ શહેર તથા મૂળ રહે-ઃ રહે.૫૦૩,૫૦૪, બીલ્ડીંગ-૩૬ જી.એચ., ઓમકાર બીલ્ડીંગ, મુઘભાટ ક્રોસ લેન રોડ, મુબઇ (૨) કુનિક મુકેશ જૈન ઉ.વ.૨૮ રહે-ઃ રહે-ઃ રહે.૫૦૩,૫૦૪, બીલ્ડીંગ-૩૬ જી.એચ., ઓમકાર બીલ્ડીંગ, મુઘભાટ ક્રોસ લેન રોડ, મુબઇ. ઉપરોક્ત નામવાળા બંને ભાઇઓ તા.૦૧/૦૫/૨૦૧૯ ના રોજ ચેન્નઇ સુપર કિંગ્સ તથા દિલ્હી કેપીટલ્સ વચ્ચે રમાઈ રહેલ આઇપીએલ ક્રિકેટ લીગ મેચનું લાઈવ ટેલીકાસ્ટ જોઈ તે ક્રિકેટ મેચ ઉપર મોબાઇલ ફોનથી ગ્રાહકો સાથે સંપર્ક રાખી સટ્ટાકીય નોંધો લેપટોપમાં કરી નાણાંની હારજીતનો જુગાર રમી-રમાડતા મળી આવતા સદર બંને ઇસમો પાસેથી ગ્રાહકો સાથે ક્રિકેટ મેચ ઉપર સોદાઓ મેળવવા ઉપયોગમાં લેવાતા મોબાઇલ ફોન નંગ-૩ તથા ગ્રાહકો તરફથી મેળવેલ સોદાઓનું કટીંગ (૧) હાર્દિક રહે. મુંબઇ મો.નં.૮૬૫૭૮૧૩૮૦૭ (૨) પંકજ જૈન રહે. મુંબઇ મો.નં.૯૦૮૨૫૫૦૬૭૬ નાઓ પાસે કરાવવા માટે ઉપયોગમાં લેવાતા મોબાઇલ ફોન નંગ-૩ તથા મોબાઇલ ફોન ઉપર મેચની કોમેન્ટ્રી સાંભળવા માટે ઉપયોગમાં લેવાતો બોબડી લાઇનનો મોબાઇલ ફોન નંગ-૦૧ તથા ક્રીકેટ મેચ ઉપર જુગાર રમવા માટેનો ભાવ મેળવવા મૌલીક પટેલ રહે. સુરત મો.નં.૯૮૩૩૨૧૪૪૩૨ વાળા પાસેથી આઇ.ડી. મેળવી લોગ-ઇન કરી ક્રિકેટ મેચ ઉપર જુગારના ભાવ જોવા માટે ઉપયોગમાં લેવામાં આવતો મો.ફોન નંગ-૧ મળી કુલ મો.ફોન નંગ-૮ કબ્જે કરવામાં આવેલ છે.
તેમજ આરોપીઓ દ્વારા ચેન્નઇ સુપર કિંગ્સ તથા દિલ્હી કેપીટલ્સ વચ્ચે રમાઈ રહેલ આઇપીએલ ક્રિકેટ લીગ મેચનું લાઈવ ટેલીકાસ્ટ જોવા માટે રાખેલ ટી.વી., જી.ટી.પી.એલ. કંપનીના સેટઅપ બોક્ષ સાથેનું તેમજ આરોપીઓ દ્વારા ક્રિકેટ મેચ ઉપર ગ્રાહકો તરફથી મળેલ સોદાઓની નોંધ કરવા ઉપયોગમાં લેવામાં આવેલ લીનેવો કંપનીનું લેપટોપ મળી કુલ કિંમત રૂ.૫૬,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામે કબ્જે કરેલ મોબાઇલ ફોન નંગ-૮ તથા લેપટોપમાં સમાયેલ ડેટાની ઉંડાણ પૂર્વક ચકાસણી કરી આ ગુનામાં સંડોવાયેલ મુંબઇના બુકીઓ અંગે તેમજ સંડોવાયેલ અન્ય બુકીઓ અંગેની તપાસ હાથ ધરવામાં આવેલ છે. આ કામના આરોપીઓ ઉપરોક્ત જણાવેલ સ્થળે છેલ્લા બે મહિનાથી આઇપીએલની મેચમાં મોબાઇલ ફોનથી ગ્રાહકો સાથે સંપર્ક રાખી સટ્ટાકીય નોંધો લેપટોપમાં કરી નાણાંની હારજીતનો જુગાર રમી-રમાડતા હોય તેઓ વિરુદ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

શેર કરવા અહીં ક્લિક કરો.