સરકારની આરોગ્ય સેવાઓ કોરોનાને માત આપવા માટે ખુબ જ સુદ્‌ર્ઢ છે. આ સેવાઓ થકી અનેક લોકો કોરોના મુક્ત બની ઘરે પરત ફરી રહ્યા છે બે માસની બાળકીથી લઈ ૮૦ વર્ષના વૃધ્ધા સુધી કોરોનાના દર્દીઓને કોરોના મુક્ત કરતી સાબરકાંઠાની તબીબી ટીમે આજે એક સાથે ૨૦ કોરોના દર્દીઓને સાજા કર્યા.
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ, મેડીસ્ટર હોસ્પિટલ તેમજ સમરસ હોસ્ટેલ ખાતે કોવિડ કેર સેન્ટર એમ ત્રણ જગ્યાએ કોરોનાની અત્યાધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સારવારને અંતે ૭૬ દર્દી સારવાર લઈ ઘરે સાજા થઈ ગયા છે.તા. ૧ જુન ના રોજ ૨૦ જેટલા દર્દી સાજા થયા જેમાં કોવિડ કેર સેન્ટરના ૧૨ દર્દી અને જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ હિંમતનગર ખાતેથી અન્ય ૮ દર્દી સાજા થઈ ઘરે ગયા. જેમાં હિંમતનગર તાલુકાન- ૧ પ્રાંતિજના- ૭, તલોદના- ૧, વડાલીના-૫, ખેડબ્રહ્માના -૫, પોશીના-૧ એમ ૨૦ દર્દી કોરોનાને માત આપી. આમ જિલ્લામાંથી કુલ ૭૬ દર્દી કોરોના મુક્ત બન્યા.

Contribute Your Support by Sharing this News: