પાટણ નજીક આવેલ સંખારી ગામના જીઇબી નજીક બસ સ્ટેશન પાછળ આવેલા ગામ તળાવમાં સોમવારે સંખારી ગામના ઠાકોર કુરાજી પોતાની ભેંસોને લઈ બપોરના સુમારે પાણી પીવડાવવા માટે પોતાના પૌત્ર, પૌત્રી અને ભણીયાને સાથે લઇ ગયા હતા. દરમિયાન ત્રણ બાળકો તળાવમાં ડૂબી ગયા હતા જે પૈકી બેનાં મોત નિપજ્યાં હતાં જ્યારે એક બાળકનો બચાવ થયો હતો. સંખારી ગામના કુરાજી ઠાકોર બપોરના સમયે તળાવે ભેંસોને પાણી પીવડાવવા માટે ગયા હતા. તેમની સાથે તેમના પુત્ર પ્રવીણજીનો દીકરો અને પરેશજીની પુત્રી તેમજ પોતાની દિકરીના દીકરો પણ સાથે ગયો હતો. આ દરમિયાન અચાનક પ્રવીણજી કુરાજી ઠાકોરનો પુત્ર કરણ અને પરેશજી કુરાજી ઠાકોરની પુત્રી કિસ્મત તેમજ ભાણિયો હિતેશ ઠાકોર અચાનક તળાવમાં ડૂબી ગયા હતા. ગામ તળાવમાં ત્રણ માસુમ ડૂબ્યા હોવાની જાણ થતાં આખુ સંખારી ગામ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. જે પૈકી ભાણિયા હિતેશ ઠાકોરને બચાવી લેવાયો હતો પરંતુ કિસ્મત અને કરણ નામના બે બાળકો પાણીમાં ડૂબી જતાં મોત થયાં હતાં.બનાવના પગલે સમસ્ત સંખારી ગામમાં શોકનું મોજું ફેલાઈ જવા પામ્યું હતું. આ બનાવની જાણ ૧૦૮ ને કરાતાં ધટના સ્થળે દોડી આવી બન્ને માસુમો ની તપાસ કરી મૃત જાહેર કરતાં વાતાવરણમાં ગમગીની છવાઇ જવા પામી હતી.જોકે આ બાબતે પોલીસ દફતરે જાણ કરી હોવાનું જાણી શકાયું નથી. મૃતક માસુમ નાં પિતા છકડો રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હોય બનાવને લઇ પરિવાર ઉપર દુઃખનું આભ ફાટ્યું હતું.

Contribute Your Support by Sharing this News: