સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કોરાના મહામારી થી રક્ષણ મેળવવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા હેતુ શ્રી એકલવ્ય જનસેવા કલ્યાણ ટ્રસ્ટ અને સંકલ્પ સંસ્થા પાટણ ના સયુંકત ઉપક્રમે છેલ્લા અઠવાડિયા થી પાટણના અનુસૂચિત જાતિ અને જનજાતિ વિસ્તારો માં લોકોના ઘરે જઈને સોશ્યલ ડિસ્ટનસિંગ જાળવી આયુર્વેદીક ઉકાળા નું વિતરણ કરવામાં આવી રહ્યું છે અત્યાર સુધી સૂર્યનગર ભીલ વાસ, ખોખરવાડો, કોઠાકુઈ, રામકૃપા સોસાયટી, મીનલપાર્ક, પીપળા ગેટ, હરિપુરા ભીલવાસ, ભીલ સોસાયટી, બગવાડા વણકરવાસ, નાનીસરા, મોટીસરા વિગેરે વિસ્તારોમાં ઘરે ઘરે જઈને લોકોને આર્યુવેદીક ઉકાળા નું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ પ્રસંગે શ્રી એકલવ્ય જનસેવા કલ્યાણ ટ્રસ્ટ ના પ્રમુખ સુનિલભાઈ ભીલ, સંકલ્પ સંસ્થાના પ્રમુખ રાજેન્દ્ર હિરવાણીયા, ઈશ્વરભાઈ પરમાર, ભરત સોલંકી, વિક્રમ ભીલ, હાર્દિક ભીલ અશ્વિન જે. ભીલ, રાજુભાઈ એસ. ભીલ, અજયભાઈ ભીલ, દિલીપભાઈ ભીલ વિગેરે સભ્યો હાજર રહ્યા હતા.

Contribute Your Support by Sharing this News: