વ્યાપક પુછાતો પ્રશ્ન શું લાગે છે ! નીતિનભાઈ રહેશે ?

ગમ્યું તો આગળ શેર કરો.

જીદ કરીને નાણાખાતું લીધા પછી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સતત વિવાદો માં અને સમાચારોમાં રહેવા લાગ્યા છે . ગાંધીનગર સચિવાલય ખાતે નીતિનભાઈ પટેલના સમર્થકો અને વિરોધીઓ અનેક પ્રકારની માહિતીઓ મીડિયાને પહોચતી કરે છે . અત્યારે જે ચર્ચા ચાલે છે તેમાં નીતિન પટેલ ને આગામી ચુંટણીમાં ગુજરાતમાંથી સંસદમાં મોકલવાનું , એટલે કે મહેસાણા લોકસભા બેઠક લડાવવાનું હાઈકમાન્ડે નક્કી કરી લીધું છે . એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે જીદ કરીને નાણાવિભાગ લેવાથી હાઈકમાન્ડ નારાજ થયાં છે . નીતિન પટેલનું રાજકારણ પૂરું કરવા તેમને મહેસાણા લોકસભા બેઠક પરથી લડાવવા અને ચુંટણીમાં હરાવીને રાજકારણમાં ખૂણે બેસાડી દેવાનું આયોજન થયું છે .
નીતિન પટેલના સમર્થકો કહે છે કે હાઈકમાન્ડ અમારા નીતિનભાઈ ની તાકાત થી પરિચિત છે . જો આવી કોઈ સાજીશ રચે તો નીતિન પટેલ ભાજપને સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી સાફ કરી નાખવા સક્ષમ છે . જેથી નીતિન પટેલ ની ઈચ્છા વિરુદ્ધનો કોઈ નિર્ણય લેવાશે નહિ .
અધિકારીઓ પાસે થી જાણવા મળ્યું છે કે , નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાસે નાણાખાતું હોવાથી તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભારે પડી રહ્યા છે . રૂપાણી ની જળસંચય પ્રવાસ દરમિયાનની કે વિધાનસભામાં કરેલી જાહેરાતોને નાણામંત્રી સફળ કે શરુ થવા દેતા નથી . નાણાની ફાળવણીના અભાવે યોજના અમલમાં આવતી નથી . ત્રાસી જઈને રૂપાણીએ હાઈકમાન્ડનું ધ્યાન દોર્યું હતું . અને ત્યારબાદ નીતિન પટેલ ને સરકારમાંથી પડતા મુકવાની ચર્ચા શરુ થઇ છે .
અત્યારે ભાજપમાં આ અંગે અનેક અટકળો ચાલે છે . ભાજપના કાર્યકરો પત્રકારોને પુછે છે “ તમને શું લાગે છે ? નીતિનભાઈ રહેશે કે જશે ?” આ પ્રશ્ન અત્યારે અનુત્તર છે . જુલાઈની આસપાસ જવાબ મળી જશે .
ભાજપના મહારથી – ચાણક્ય ને કર્ણાટકે આપી ધોબી પછડાટ
સત્તા અને સંપતિ ને પચાવવા અઘરા છે . આઝાદીની લડત લડી ને સ્વતંત્ર ભારતની ધુરા સંભાળનારી કોંગ્રેસ પાર્ટી સત્તાને પચાવી જાણે છે . હાર – જીત એ લોકશાહીમાં સામાન્ય ઘટના છે . પરંતુ આંદોલનો કરી કરીને , સરકારના દરેક સારા – નરસા નિર્ણય ને પ્રજા વિરોધી ગણાવીને સત્તા સુધી પહોચનારી ભારતીય જનતા પાર્ટી સત્તાને પચાવી શક્તિ નથી . ગુજરાતમાં મળેલી સફળતાને પોતાની આવડત અને કુનેહ ગણાવનારા નેતાઓએ સમગ્ર દેશને ગુજરાતની નજરથી જોવાનું શરૂ કર્યું. ભરત એ ગુજરાત નથી . ગુજરાતની પ્રજાની તાસીર અન્ય તમામ રાજ્યોથી અલગ છે . ગુજરાતમાં બે પક્ષો જ ચાલે છે . કોંગ્રેસ અને સ્વતંત્ર પક્ષ , કોંગ્રેસ અને સમાજવાદી પક્ષ , કોંગ્રેસ ( આ.ઈ ) અને કોંગ્રેસ ( ઓ ) – સંસ્થા કોંગ્રેસ અને ત્યારબાદ ભાજપ અને કોંગ્રેસ ચાલે છે . અનેક મોટા ગજાના નેતાઓએ પોતાનો ત્રીજો વિકલ્પ – પક્ષ ચલાવવા પ્રયત્ન કર્યો , પરંતુ કોઈને પ્રજાએ સમર્થન આપ્યું નથી . પછી તે રતુભાઈ અદાણી હોય , ચીમનભાઈ પટેલ હોય , શંકરસિંહ વાઘેલા હોય કે કેશુભાઈ પટેલ હોય . તમામ ને નિષ્ફળતા મળી છે . આ ગુજરાતની તાસીર છે . ઉત્તર હોય કે દક્ષિણ , કે હોય મહારાષ્ટ્ર – તમામ રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો હાવી થયેલા છે . પાંચ પાંચ રાજકીય પક્ષો સમાંતર ચાલી શકે છે . આવી ભિન્નતા છતાં ગુજરાત ભાજપના નેતા માંથી ચાણક્યનું બિરુદ પામેલા અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બન્યા પછી ચાણક્ય બની રહેવા બાય હુક ઓર કુક સત્તા હસ્તગત કરવા નેગેટીવ એપ્રોચ દ્વારા તમામ હથકંડા અપનાવ્યા છે . ગોવા , મણીપુર , મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં કોંગ્રેસ પક્ષ ચૂટણીમાં લાર્જેસ્ટ પાર્ટી એટલે કે વધુ સભ્યો તેમના ચૂંટાયા હતા . આમ છતાં ચાણક્ય એ ખરીદ શક્તિના આધારે સત્તા હાંસલ કરી હતી . આ ખરીદેલી સરકારમાં જેતે રાજ્યના રાજ્યપાલની ભૂમિકા મહત્વની રહી હતી . ભાજપને ખરીદી કરવાનો સમય આપવો અને સત્તા માટેનું આમંત્રણ આપવા સહીત ની અનુકુળતા રાજ્યપાલે કરી આપી હતી . એજ પ્રકારે ચાણક્ય કર્ણાટકમાં ચાલ ચાલવા ગયા . કર્ણાટકમાં સ્થિતિ ઉલટી હતી . કર્ણાટકમાં વધુ સભ્યો ભાજપના ચૂંટાયા , પરંતુ બહુમતિ માટેની સંખ્યા મેળવી શકાય નહિ . છતાં લાર્જેસ્ટ પાર્ટીનો નિયમ આગળ કરીને સત્તા જુટવી લેવાનો કારસો રચ્યો . કોંગ્રેસ અને જનતાદળ (એસ) ની રચાયેલી યુતિ બહુમતિ ધરાવતી હોવા છતાં તેની અવગણના કરવામાં આવી . આપણા ગુજરાતના નેતા અને કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળાએ પાર્ટીનું રૂણ અદા કરવા યેદીયુરપ્પા ને સરકાર રચવા નિમંત્રણ આપ્યું અને બહુમતિ પુરવાર કરવા ૧૫ દિવસ જેટલો લાંબો સમય આપ્યો . કોંગ્રેસની સુપ્રિમકોર્ટમાં પીટીશને ચાણક્ય નીતિ વેરવિખેર કરી નાખી . સુપ્રીમે આદેશ આપ્યો કે ૧૫ દિવસ નહિ , આવતી કાળે જ તમારી બહુમતિ પુરવાર કરો . અને ભાજપનો ઉત્સાહ ઓસરી ગયો . વહેચેલી મીઠાઈ , ફોડેલા ફટાકડા અને ઉદાવેલા ગુલાલ ઝાંખા પડી ગયા . ભાજપની મોટી ઓફરો છતાં કોંગ્રેસના સભ્યોને ખરીદી શક્યા નહિ . આખરે કર્ણાટકના ધરાર મુખ્યમંત્રી બનેલ યેદીયુરપ્પાને ૫૫ કલ્લાકમાં રાજીનામું આપવાની ફરજ પડી . સમગ્ર દેશમાં ભાજપની અને ભાજપના ચાણક્યની આબરૂ ખરડાઈ ગઈ છે . આ ખરડાયેલી આબરૂ પછી ભાજપના પાલક સંઘના વાળા એક હરફ સુધ્ધા ઉચ્ચાર્યો નથી . આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ ને શું કરવું એ સુજતુ નહિ હોય . ખરડાયેલી આબરૂ માં તેમને પણ છાંટા તો ઉડે જ છે . જોઈએ હવે ૨૦૧૯ ની સંસદની ચુંટણીમાં ચાણક્યની કઈ નવી ચાલ રહે છે . ખરીદ વેચાણ તો ચાલુ રહેશે જ . સત્તા ખરીદમાં ભાજપને કોઈ બીટ કરી શકે તેમ નથી .
ગુજરાત સરકારની છબી ખેડૂત વિરોધી હોવાની ઉપસી રહી છે
ભાજપના એક અગ્રણીએ નીતિન પટેલના સંદર્ભમાં ચર્ચા માં કહ્યું હતું કે અમારી સરકારના એક પછી એક પગલા ખેડૂત વિરોધી સરકારની છબી ઉપસાવી રહ્યા છે . ગત ચુંટણીમાં બેઠકો ઘટી તેમાં મુખ્યકારણ ખેડૂતોનો અસંતોષ હતો . આ પરિણામો પછી સરકારે આત્મનીરીક્ષણ કરવાની જરૂર હતી . તેના બદલે ખેડૂતોએ મત નથી આપ્યાં , માટે તેમની દયા ખાવાની જરૂર નથી , આવી માનસિકતા સાથે ભાજપ સરકાર કામ કરે છે . પરિણામે ભાજપના કાર્યકરો અને ચૂંટાયેલા સભ્યોને પોતાના વિસ્તારમાં ઘણું સહન કરવું પડે છે . ઉપરાંત આગામી ચુંટણીમાં ભાજપને તેની નીતિ રીતિના કારણે બેઠકો ગુમાવવી પડે એવી સ્થિતિ આવે તો નવી નહિ .
મિત્રને પૂછ્યું કે તમે કોઈ દિલ્હી જઈને વડાપ્રધાનનું ધ્યાન દોરો , તો જવાબ મળ્યો “ બિલાડીને ગળે ઘનત કોણ બાંધે એવી વાર છે . ત્યાં જઈને કોણ કહે કે ગુજરાત અને કેન્દ્ર સરકારની નીતિ ખેડૂત વિરોધી છે . અને તે તમે સુધારો , આવું કહેનારા ભાજપમાં કોઈ નથી .”

SHARE

Facebook
Twitter
ગમ્યું તો આગળ શેર કરો.