વિજયનગરના પરોસડા ચેક પોસ્ટ પરથી દારૂની હેરાફેરી કરતા ઇસમને કુલ કિ.રૂ.૫,૬૫,૩૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો

શેર કરવા અહીં ક્લિક કરો.
આગામી લોકસભા ચુંટણી-૨૦૧૯ અન્વયે આદર્શ આચાર સહિતાનો ચુસ્તપણે અમલ થાય તે હેતુથી  સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ચૈતન્ય મંડલીક એ સુચના આધારે જિલ્લામાં કોમ્બીંગ નાઇટનું આયોજન કરેલ છે જે કોમ્બીગ નાઇટમાં નાયબ પોલીસ અધિક્ષક  ડી.એમ.ચૌહાણ  તથા વિજયનગર  પો.સ.ઇ. વાય.વાય. ચૌહાણ તથા અ.પો.કો.પ્રધ્યુમનસિંહ તેજમલસિંહ, હે.કો. અ.હે.કો.પ્રવિણભાઇ પ્રભાભાઇ, વિરચંદભાઇ કાવાજી, અ.પો.કો.રમેશભાઇ કાળીદાસ, એલ.આર.ડી. કરણસિંહ તખતસિંહ, એલ.આર.ડી. પ્રવિણસિંહ ચતુરસિંહ, ડ્રા.પો.કો. બીપીનભાઇ નગજીભાઇ તમામ કોમ્બીગ નાઇટમાં હતા દરમ્યાન  અ.પો.કો.પ્રધ્યુમનસિંહ તેજમલસિંહ ની બાતમી  આધારે વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારની આંતરરાજય પરોસડા ચેક પોસ્ટ ખાતે નાકાબંધી કરતા રાજસ્થાન તરફથી પરોસડા ચેકપોસ્ટ તરફ એક અશોક લેલેન્ડ દોસ્ત ડાલુ નંબર પ્લેટ વગરનું પકડી લઇ ચાલક આરોપી રણધીરસિંહ રજુભા ઝાલા રહે.ઘર નં.૧૧૬, સિધ્ધરાજ સોસાયટી, કરણનગર રોડ, કડી તા.કડી જી.મહેસાણા મુળરહે. ૧૭૩,પુંજાભાનો માઢ, મેમદપુર ભાગીદાર, કટોસણ સંથાલ તા.જોટાણા જી.મહેસાણા વાળાના કબ્જાના ડાલાની બૉડીની નીચે ખાના બનાવેલ હતા, જે ખાના ખોલી જોતા તેમાં વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારુ  કુલ બોટલ નંગ ૨૦૪ તથા બિયર ટીન નંગ ૭૨ મળી કુલ રૂ. ૬૪,૮૦૦/-નો તથા અશોક લેલેન્ડ કંપનીનુ દોસ્ત ડાલુ છે. જેની આગળ પાછળ નંબર જોતા નંબર પ્લેટ લગાડેલ નથી જે ડાલાનો એન્જીન નંબર જોતા નં.KJH056879P તથા ચેચીસ નં. MBIAA22E4KRJ42204નો છે.જેની કી.રૂ ૫,૦૦,૦૦૦/-ગણી તથા એક મોબાઇલ જેની કિ.રૂ. ૫,૦૦/- નો મળી કુલ્લ કુલ કિ.રૂ.૫,૬૫,૩૦૦/- નો મુદામાલ કબ્જે કયૉે હતો.
શેર કરવા અહીં ક્લિક કરો.