વિઘ્નહર્તા દેવાધિદેવ ગણપતિની ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ શહેરી વિસ્તારોમાં સ્થાપના બાદ આજે વિસર્જન સમયે ઢોલના ધબકારે નાચગાન સાથે હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ હતી.
દેવી-દેવતાઓમાં ગણેશજીની સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે. તેમની કૃપાથી દરેક વિધ્નનો નાશ થાય છે અને કાર્યમાં સફળતા મળે છે. શિક્ષાથી લઈને સંતાન સુધી બધુ જ તેમની કૃપાથી સંભવ છે. તેમની મૂર્તિ અથવા ચિત્રના પ્રયોગથી ઘરનો વાસ્તુ દોષ દૂર થાય છે તેવી માન્યતા સાથે ચાલુ વર્ષે સરકારે ગણેશ ચતુર્થીને લઈ વિસર્જન સહિતની મંજુરી આપતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ ઘરે ઘરે ભગવાન ગણપતિની સ્થાપના કરી હતી. દરમ્યાન આજે બપ્પાના વિસર્જન સમયે ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંકને ક્યાંક ઢોલના ધબકારે નાચગાન કરીને બપ્પાને હર્ષોલ્લાસભેર વિસર્જન માટે લોકો રવાના થયા હતા. ગત વર્ષે કોરોના મહામારીને કારણે લોકો ગણપતિ ભગવાનની મૂર્તિનું વિસર્જન નદીઓમાં કરી શક્યા ન હતા. જોકે ચાલુ વર્ષે સરકારે મંજુરી આપતા બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં આવેલી નદીઓ અને ઝરણાઓમાં લોકો ભગવાન ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા ઉમટી પડ્યા હતા.
Contribute Your Support by Sharing this News:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here