બનાસકાંઠા જિલ્લાના માવસરી પોલીસ મથક વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયર ટીન નંગ- ૬૦૦ કિ.રૂ- ૧.૩૮.૦૦૦/- તથા ગાડી  કી. રૂ ૪.૦૦.૦૦૦ તથા મોબાઈલ નંગ ૨ કિ. રૂ ૧૦.૦૦૦/- કુલ મુદ્દામાલ માવસરી પોલીસે ઝડપી લીધો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ માવસરી પી.અેસ.આઇ તેમજ તેમની ટીમ નાઇટ પેટ્રોલીગ  દરમિયાન ખાનગી રાહે બાતમી મળતાં દૈયપ કુંભારડી રસ્તા ઉપર એક બોલેરો આવતા તેને ઉભી રખાવી ચેક કરતા ગાડીમાંથી ગેરકાયદેસર તથા વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો દારૂ તથા બિયર બોટલ કુલ નંગ-૬૦૦ કી રૂ.૧.૩૮.૦૦૦/- નો દારૂ તથા ગાડી ની કિમત રૂા. ૪.૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૨  કિ.રૂ ૧૦.૦૦૦/-ની ગણી કુલ રૂ.૫.૪૮.૦૦૦/- નો મુદામાલ મળી આવ્યો હતો. આથી પોલીસે (૧) સેધારામ વેનારામ  દેવાસી રહે-ડીડવા તા ચોટણ જી-બાડમેર(રાજસ્થાન) (૨) ચેલારામ પુનમારામ દેવાસી રહે-ભંડારીયા તા ચોટણ જી-બાડમેર(રાજસ્થાન) ને આ મુદ્દામાલ સાથે ઝડપી લઇ તેમની સામે માવસરી પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ : જયંતિ મેતિયા
Contribute Your Support by Sharing this News: