ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે હવે સંક્રમણને રોકવા માટે વેપારીઓ આગળ આવ્યા છે. પાલનપુર અને પાટણના વેપારીઓએ કોરોના સંક્રમણ રોકવા માટે સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે. પાટણમાં કાલથી સાંજે પાંચ વાગ્યા બાદ સ્વૈચ્છિક લોકડાઉન લાગુ થશે જે શનિવાર સુધી રહેશે. જ્યારે રવિવારે સ્વૈચ્છિક રીતે બંધ રહેશે.પાલનપુરમાં કોરોના સંક્રમણ વધતા ચીફ ઓફિસરની વેપારીઓ સાથે બેઠક મળી હતી.જેમાં શનિવાર અને રવિવારે પાલનપુરને સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, જરૂરી ચીજવસ્તુઓ મેડિકલ, દૂધ અને ફળફળાદીની દુકાનો ચાલુ રહેશે. એક અઠવાડિયામાં પાલનપુરમાં કોરોનાના 60થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.બીજી તરફ પાટણમાં પણ કાલથી સાંજે પાંચ વાગ્યા બાદ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. પાટણમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે જિલ્લા કલેક્ટરે વિવિધ સંગઠનો સાથે બેઠક યોજી હતી. પાટણમાં 7 એપ્રિલથી સાંજે 5 વાગ્યા બાદ સ્વૈચ્છિક રીતે વેપાર – ધંધા બંધ રાખવા સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. પાટણના તમામ નાગરિકોને સાંજે 5 વાગ્યા બાદ ઘરથી બહાર ન નીકળવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયેઅમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ.

Contribute Your Support by Sharing this News: