પ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના મેરઠમાં હતાં. અહીં પીએમ મોદીએ મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો. આ પહેલા પીએમ અહીં સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પહોંચ્યા હતા. પીએમ દ્વારા અહીં બનાવવામાં આવેલાં જીમની મુલાકાત લીધી હતી અને પોતે પણ જીમમાં કસરત કરી હતી. અહીં તેમણે ફિટનેસ ઇક્વિપમેન્ટ બોડી વેઇટ લેટપુલ મશીન પર કસરત કરી. તેનાથી શરીરની માંસપેશીઓ મજબૂત બને છે.
લગભગ ૭૦૦ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે મેરઠના સરથાણા નગરના સલવા અને કૈલી ગામમાં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. મેરઠ ખાતે મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના આ વિઝનને પૂર્ણ કરવાની દિશામાં એક મોટું પગલું ભર્યું. પ્રધાનમંત્રી માટે રમતની સંસ્કૃતિનો વિકાસ કરવો અને દેશના તમામ ભાગોમાં વિશ્વ કક્ષાની રમતગમતની માળખાકીય સુવિધાઓની સ્થાપના કરવી એ ધ્યાન કેન્દ્રીત કરવાના મુખ્ય ક્ષેત્રોમાંનું એક છે.