વડનગરની જી.અમે.ઇ.આર.એસ. મેડિકલ હોસ્પિટલ બહાર દર્દીઓને 20થી 22 કલાક સુધી એમ્બ્યુલન્સમાં જ સારવાર લેવી પડે છે

April 29, 2021

 garvi takat.મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે ત્યારે ઇમરજન્સી સેવા માટે તત્પર રહેતી 108 એમ્બ્યુલન્સ સારવાર લેવા જતા દર્દીઓને પણ હોસ્પિટલ બહાર કલાકો સુધી રાહ જોવી પડે છે. વડનગરની જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ હોસ્પિટલ બહાર કોરોના સંક્રમિત દર્દીઓને 108 એમ્બ્યુલન્સમાં બેસીને 20થી 22 કલાક સુધી સારવાર લેવી પડે છે. ત્યારે દર્દીઓ અને તેમના સગા સબંધીઓની હાલત કફોડી બની ગઇ છે. મહેસાણા જિલ્લામાં પ્રતિ દિવસ 108 એમ્બ્યુલન્સ સેવાને 120 થી વધુ કોલ મળી રહ્યા છે ત્યારે શહેરના વિવિધ માર્ગો પર 108 એમ્બ્યુલન્સ દિવસ રાત દોડતી નજરે પડે છે.

આ અંગેની વિગત એવી છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓથી બેડો ભરાઇ જતા દર્દીઓને સારવાર માટે દાખલ થવાની પણ સુવિધા મળતી નથી તાજેતરમાં જ હાઇકોર્ટે પણ રાજ્ય સરકાર પાસે કોરોનાની મહામારી દરમિયાન લેવાયેલા પગલાનો એહવાલ માગીને સરકારને આડેહાથે લીધી છે. 108 એમ્બ્યુલન્સમાં સારવાર લેવા જતાં કોરોનાના દર્દીઓને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવાની પ્રાથમિકતા આપવામાં આવતી હોવા છતાં પણ દર્દીઓને કલાકો સુધી હોસ્પિટલની બહાર કલાકો સુધી રાહ જોવી પડે છે.

મહેસાણામાં108એમ્બ્યુલન્સ મળવી મુશ્કેલમહેસાણા જિલ્લામાં પણ છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધારો થઇ રહ્યો છે. ત્યારે ગંભીર દર્દીઓના સગાઓ સારવાર લેવા માટે 108 ઇમરજન્સી હેલ્પ લાઇન સેવાનો સંપર્ક કરે છે. પરંતુ 108ની એમ્બ્યુલન્સ સેવામાં બેસીને હોસ્પિટલમાં દાખલ થવા જતા દર્દીઓની હાલત પણ કફોડી બની છે. મહેસાણા નજીક આવેલ વડનગર જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યામાં થયેલા વધારાના કારણે હાલ તો તમામ બેડ હાઉસફુલ થઇ ગયા હોવાથી દર્દીઓને 20થી 22 કલાક સુધી હોસ્પિટલ પરિસર બહાર જ 108માં સારવાર આપવામાં આવે છે. મહેસાણામાં આવેલી કોવિડ હોસ્પિટલોની સ્થિતી પણ ખુબ જ બદતર બની ગઇ હોવાથી દર્દીઓ અને તેમના સગાસબંધીઓને ભટકવુ પડે છે. ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેકશનના અભાવ વચ્ચે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓના સગાસબંધીઓને પોતાની રીતે ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેકશનની વ્યવસ્થા કરવી પડે છે.
મહેસાણા જિલ્લામાં બેચરાજી, મહેસાણા, વિસનગર, વિજાપુર, કડી, સતલાસણા, ખેરાલુ, ઊંઝા સહિતના તાલુકાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસોના વધારાના કારણે 108 ઇમરજન્સી સેવાના પ્રતિ દિન 120 વધુ કોલ મળતાં દિવસ રાત 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ફોનની ઘંટણીઓ રણકી રહી છે.

આ અંગે 108 એમ્બ્યુલન્સ સેવાના ઇન્ચાર્જ નરેશભાઇએ એક વાતચિતમાં જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં 100 એમ્બ્યુલન્સ સેવાઓ વિવિધ તાલુકાઓમાં ફાળવવામાં આવી છે. દરેક એમ્બ્યુલન્સમાં ડ્રાઇવર સહિતના સ્ટાફ ફોન કોલ મળતાં જ દર્દીને લેવા માટે પહોંચી જતા હોય છે. પરંતુ મહેસાણાની કોવિડ હોસ્પિટલો તેમજ વડનગરની સરકારી મેડીકલ હોસ્પિટલના તમામ બેડ દર્દીઓથી ભરાઇ ગયેલા હોવાના કારણે 108 એમ્બ્યુલન્સને પણ 20થી 22 કલાક સુધી રાહ જોવી પડે છે. સવારે ફોન કોલ એટેન્ડ કરતા 108 ઇમરજન્સી સેવાના સ્ટાફ પણ દર્દી જ્યાં સુધી હોસ્પિટલમાં દાખલ ના થાય ત્યાં સુધી ખડેપગે સેવા આપી રહ્યા છે.

પ્રત્યેક 108 એમ્બ્યુલન્સમાં બે ઓક્સિજનની બોટલ હોય છે એ પણ ખૂટે છે

108ને 90 ટકા ફોન કોરોના દર્દીઓ માટે આવે છે
હાલમાં કોરોના મહામારીએ વિકરાળ રૂપ ધારણ કર્યું છે જેને કારણએ ૧૦૮ એમ્બ્યુલન્સને રોજના ૯૦ ટકા ફોન કોરોનાના દર્દીઓને સારવાર માટે સતત લોકો સંપર્ક કરે છે. જ્યારે અકસ્માત તથા નોર્મલ ડીલેવરી જેવી ઇમરજન્સી સેવા માટેના માત્ર 10 ટકા જ ફોન આવતા હોય છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0