વડગામ જીલ્લા વિકાસ અધિકારી ના હસ્તે વિકાસના વિવિધ કામના ખાતમહુર્ત થયા

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત,બનાસકાંઠા

બનાસકાંઠા જીલ્લામાં જીલ્લા વિકાસ અધિકારી દ્વારા ગામોનો સર્વાંગી વિકાસ થાય એ માટે અનુસુચીત જાતી પેટા યોજના અંતર્ગત ગામ દીઠ 20 લાખની ગ્રાન્ટ ફાળવવા કાર્યક્રમ યોજ્યો હતો જેમાં બનાસકાંઠાના ત્રણ ગામોને પંસદ કરવામાં આવ્યા હતા.અનુસૂચિત જાતિઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે અનુસૂચિત જાતિ પેટા યોજના અમલમાં છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિની વધુ વસ્તી ધરાવતા ગામમાં ખૂટતી માળખાકીય સુવિધા ઉપલબ્ધ થઇ શકે તે પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ વીજળી, પાણી, સીસીરોડ, ગટર, રસ્તા જેવા માળખાકીય સુવિધાના કામો માટે કેન્દ્ર સરકાર દ્વારા ગામ દીઠ રૂ.20 લાખ આપવામાં આવે છે.

આ પણ વાંચો – કડીમાં યુ.પી.ની ગેંગરેપની ઘટના અંગે આવેદનપત્ર આપી, કેન્ડલ માર્ચ યોજાઈ

જેમાં વડગામ તાલુકાનું બાદરપુરા, થરાદ તાલુકાનું ચુડમેર અને વાવ તાલુકાના જોરડીયાળી ગામનો સમાવેશ થાય છે. સરકારશ્રીએ તાજેતરમાં આ ત્રણ ગામોમાં માળખાકીય સુવિધાના કામો માટે ગામદીઠ રૂ.૨૦ લાખ પ્રમાણે કુલ રૂપિયા 60 લાખની ગ્રાન્ટ બનાસકાંઠા જિલ્લાને ફાળવી છે, તે પૈકી આજે તા. 2 જી ઓક્ટોબર- પૂજય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે વડગામના બાદરપુરા ખાતે રૂ.20 લાખના વિકાસ કામોનું બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બાદરપુરા ગામનો સર્વાંગી વિકાસ થાય અને પાયાની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે તંત્ર પ્રયત્નશીલ હોવાનો જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયાએ જણાવ્યું હતું. આ ઉપરાંત ગામમાં નલ સે જલ અંતર્ગત પૂર્ણતાને આરે પહોંચેલ કામોનું જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ નિરીક્ષણ કર્યું હતું. તથા ગામમાં અનુસૂચિત જાતિના વિસ્તારમાં આવેલ જાહેર શૌચાલય લોકોના ઉપયોગ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. અનુસુચિત જાતિના વિસ્તારમાં તમામ સગવડો ઉપલબ્ધ થાય તે માટે સ્થાનિક આગેવાનો અને ગામના સરપંચ ખૂબ જ ઉત્સાહપૂર્વક પ્રયત્નશીલ હોવાનું બનાસકાંઠા જીલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યુ હતુ.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.