ભારતના 40થી વધુ જવાનોને આતંકી હુમલામાં શહીદ કરનારા જૈશ એ મોહમ્મદ નો વડો અને ચીન જેને આતંકી માનવા તૈયાર નથી એવા ખૂંખાર આતંકી મસૂદ અઝહરની આખરે ખબર પડી ગઈ પાકિસ્તાનના વિદેશ મંત્રી મહેમૂદ કુરેશીએ એક ટીવી મુલાકાતમાં જાહેર કરી દીધું કે મસૂદ પાકિસ્તાનમાં છે અને એટલો બીમાર છે કે ઘરથી બહાર નથી નીકળી શકતો અત્યાર સુધી પાકિસ્તાન એ વાતને લઈને ભારત અને દુનિયાને ગુમરાહ કરી રહ્યું હતું કે મસૂદ અમારે ત્યાં નથી. હવે જ્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રીજ તેની જાણકારી આપી રહ્યા છે ત્યારે ભારત તેના પર વધુ દબાણ લાવીને તેના સુધી પહોંચી શકે છે. ભારતમાં કેટલાય નિર્દોષ લોકોની હત્યા કરવામાં આ આતંકીનો જ હાથ છે અને ભારતે પણ કેટલાએ પુરાવા દેશ અને દુનિયાને આપ્યા કે મસૂદના આતંકીઓએ કેટલા નિર્દોષ લોકોની હત્યા કરી છે આ એજ મસૂદ છે કે જેને અટલજીની સરકાર સરકારે ભારતના 135 મુસાફરો ના બદલામાં જીવતો છોડવો પડ્યો હતો ભારત ત્યારથી તેની પાછળ છે તેનું ઠેકાણું શોધવાને માટે આખરે હવે નક્કી છે કે આતંકી મસૂદ પાકિસ્તાનમાં છે ત્યારે મોડું શા માટે…..? કોની રાહ જોવાની……?લોહા ગરમ હૈ તો માર દો હથોડા……!
ભારતે પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને 300થી વધુ આતંકીઓનો ખાતમો કરી દીધા પછી નાણામંત્રી અરુણ જેટલીએ દેશને વિશ્વાસ આપ્યો કે જો અમેરિકા લાદેનને પાકિસ્તાનમા તેના ઘરમાં ઘૂસી જઈને તેના ઘરમા મારી શકે છે તો ભારત શા માટે મારી શકે નહીં……? કાંઈ પણ સંભવ છે જેટલીજીના નિવેદનથી ભારતનું માથુ વધુ ઊંચું થઈ ગયું. જે રીતે ભારતે પાકિસ્તાનની છાતી ઉપર પગ રાખીને તેના ૩૦૦થી વધુ આતંકી મારી નાખ્યા એવી જ રીતે હવે ભારત ફરી એકવાર પાકિસ્તાન ઉપર દબાણ લાવીને આતંકી મસૂદ સુધી પહોંચવાનો રસ્તો બનાવે. બાકીનું કામ ભારતની જાબાજ સેના ના કમાન્ડો પૂરું કરશે. જેટલીએ સાચું કહ્યું કે લાદેને અમેરિકામાં આતંકી હુમલો કર્યો અને અમેરિકાએ તેને ઠેકાણે પાડી દીધો. આતંકી મસૂદે પણ ભારત પર હુમલો કરીને આપણા 40 થી વધુ જવાનોના જીવ લઇ લીધા તો ભારત પણ મસૂદને તેના સહી અને અંતિમ ઠેકાણે પહોંચાડી શકે છે. આવી કાર્યવાહીમાં માહેર ઈઝરાયલ દેશ ભારત નો જૂનો મિત્ર છે ઇઝરાયેલે તેલ અવિવ થી હજારો કિલોમીટર દૂર એન્ટોબી એરપોર્ટ ઉપર હુમલો કરીને પોતાના અનેક નાગરિકોને જીવતા લઈ આવવામાં સફળ રહ્યું હતું ઇઝરાયેલ ની ગુપ્તચર એજન્સી મોસુલનો પણ ભારત ઉપયોગ કરીને આતંકી મસૂદના ઘરમાં ઘૂસી જઈને તેના કરેલા કામની સજા આપવાનો મોકો ગુમાવવો ન જોઈએ કેમકે પાકિસ્તાને પહેલીવાર ભારતના દબાણમાં આવીને એવુ માન્યુ કે આતંકી મસૂદ તેના જ દેશમાં છે અને તેની હાલત કેવી છે આનાથી સારો મોકો ભારતને માટે બીજો કયો હોઇ શકે છે..? ભારત જો આવું પગલું ભરે તો અમેરિકા સહિત તમામ દેશો આ આતંકીને પૂરો કરવામાં ભારતનો સાથ આપશે. ભારતને પોતાની રક્ષા કરવાનો પૂરેપૂરો હક છે એ અમેરિકા પણ માની ચૂક્યું છે ત્યારે ભારત બધાનો સાથ લઈને એક એવો કાયમી દાખલો બેસાડે કે મસૂદને તેના સાચા ઠેકાણા પર લગાવી દીધા બાદ કોઈ નવો મસૂદ ભારતની તરફ આંખ ઉઠાવીને જોવાની હિંમત નહિ કરે. કેમકે નવા ભારતમાં આતંકવાદને કોઈ સ્થાન નથી અને તેની શરૂઆત આતંકી મસૂદની બલી ની સાથે થાય…..! મોદીજી, સોગંદ છે આપને,, માં ભારતીનું શીશ ઝુકે નહી… સોગંદ છે તમને આતંકી મસૂદ ભાગી ના શકે…..!!!

Contribute Your Support by Sharing this News: