લોકસભા પરિણામ / બનાસકાંઠાથી પરબત પટેલની જીત, ઉત્તર ગુજરાતની અન્ય 3 બેઠકો પર ભાજપઆગળ

ગમ્યું તો આગળ શેર કરો.

  • મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા બેઠક પર બંને પક્ષોના ઉમેદવારોના જીતના દાવા
  • દૂધસાગર ડેરીએ સભાસદો અને પશુપાલકોને ભાજપને વોટ ન આપવા અપીલ કરી હતી

   ગરવી તાકાત   : ઉત્તર ગુજરાતની 4 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જણાતો હતો. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના પરબત પટેલની જીત થઈ છે. જ્યારે અન્ય 3 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાવવાનો વર્તારો અપાયો હતો તે સાચો સાબિત થયો છે. ઉત્તર ગુજરાતની એક પણ બેઠક પર કોંગ્રેસની લાજ બચાવે તેવું જણાતું નથી. એક્ઝિટ પોલ અનુસાર ભાજપના ઉમેદવારો આગળ છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને પાટણ બેઠક પર દૂધ સાગર ડેરીએ તેના સભાસદો અને પશુપાલકોને ભાજપને મત નહીં આપવા કહીને રીતસરના રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો.પરંતુ, મતદારોએ વોટ કોને આપ્યા હતા એ ઈવીએમની ચકાસણી થતાં જે સામે આવ્યું હતું. ઉત્તર ગુજરાતની ચારેય બેઠકોનું પરિણામ ચોંકાવનારું આવી શકે છે તેવી લોકો ચર્ચા થતી હતી પરંતુ પરિણામ એક તરફી જતું હોય તેવું જણાઈ રહ્યું છે.
મહેસાણા બેઠક
પૂર્વ ઉદ્યોગમંત્રી સ્વ. અનિલ પટેલના ધર્મપત્ની અને ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલ કોંગ્રેસના એ જે પટેલથી આગળ ચાલે છે. ભાજપ અને કોગ્રેસે અહીં પાટીદાર ઉમેદવારને ઉતાર્યા છે. કડવા પાટીદારનું સમાજકારણ બંને ઉમેદવારોનું ભાવી નક્કી કરી રહ્યું છે. એક તબક્કે દૂધસાગર ડેરીની અપીલે ભાજપ માટે અહીં ખતરાની ઘંટડી વગાડી હતી પરંતુ વિધાનસભાના પરિણામો જેવું જ પરિણા મળતું દેખાઈ રહ્યું છે.

પાટણ બેઠક
ખેરાલુના ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી પાટણ બેઠક પર આગળ ચાલી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર અને હાલના ઉમેદવાર પાછળ છે. નરેન્દ્ર મોદીએ પ્રચારના અંતમાં પાટણની બેઠક પર પ્રચાર કરીને ઉમેદવારોને જીત અપાવવા અપીલ કરેલી અપીલ કામ કરતી જણાઈ રહી છે.

બનાસકાંઠા બેઠક
ગુજરાત સરકારમાં મંત્રી એવા પરબત પટેલ અને સહકારી ક્ષેત્રના અગ્રણી પરથી ભટોળ વચ્ચેના જંગમાં મંત્રી ફાવ્યા છે અને તેમની જીત થઈ છે.  ગજરાત ઠાકોર સેનાના ઉપપ્રમુખ સ્વરૂપજી ઠાકોરે અપક્ષ ઉમેદવારી કરીને કોંગ્રેસની બાજી બગાડી દીધી હતી અને અપેક્ષા મુજબ ભાજપને આ બેઠક પર અપક્ષ ઉમેદવારના કારણે ફાયદો થયો હતો. સહકારી ક્ષેત્રના અગ્રણીનું નેટવર્ક સામે મોદી લહેર કંઈ કામ કરી શક્યું ન હતું

સાબરકાંઠા બેઠક
કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરને કોંગ્રેસે ઉતારતા ભાજપે સાબરકાંઠાની બેઠક પર સાંસદ દીપસિંહ રાઠોડને ફરી તક આપી હતી. જેમાં દીપસિંહ રાઠોડ ભાજપની અપેક્ષા પૂર્ણ કરતા દેખાય છે. કોંગ્રેસના ઉમેદવારને તેમણે પાછળ છોડી દીધા છે. અહીં ભાજપની જીત દેખાય છે.

બનાસકાંઠા લોકસભાBJPપરબત પટેલજીત
કોંગ્રેસપરથી ભટોળહાર
મહેસાણા લોકસભાBJPશારદાબેન પટેલઆગળ
કોંગ્રેસએ.જે પટેલપાછળ
પાટણ લોકસભાBJPભરતસિંહ ડાભીઆગળ
કોંગ્રેસજગદીશ ઠાકોરપાછળ
સાબરકાંઠા લોકસભાBJPદીપસિંહ રાઠોડઆગળ
કોંગ્રેસરાજેન્દ્રસિંહ ઠાકોરપાછળ

ઉત્તર ગુજરાતની બેઠકો પર 2014 અને 2019ના મતદાનનો તફાવત
મહેસાણા બેઠક પર 2014માં 66.63 % મતદાન થયું હતું જ્યારે 2019માં 1.72 % મતદાન ઘટીને 64.91 % મતદાન થયું છે
પાટણ બેઠક પર 2014માં 58.36 % મતદાન થયું હતું જ્યારે 2019માં 2.87 % મતદાન વધીને 61.23 % મતદાન થયું છે
બનાસકાંઠા બેઠક પર 2014માં 58.29 % મતદાન થયું હતું જ્યારે 2019માં +6.42 % મતદાન વધીને 64.71 % મતદાન થયું છે
સાબરકાંઠા બેઠક પર 2014માં 67.35 % મતદાન થયું હતું જ્યારે 2019માં 0.10 % મતદાન ઘટીને 67.25% મતદાન થયું છે

ગમ્યું તો આગળ શેર કરો.