લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં ચૂંટણી પંચના આંકડાઓ પ્રમાણે સાંજના પાંચ વાગ્યા સુધીમાં લગભગ 59 ટકા મતદાન થયું છે.જેમાં સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં 74 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછું જમ્મુ-કાશ્મીરમાં 17.07 ટકા મતદાન થયું છે.બિહારમાં 52.86 ટકા, ઝારખંડમાં 63 ટકા, મધ્ય પ્રદેશમાં 62.45 ટકા, રાજસ્થાનમાં 59.14 ટકા અને ઉત્તર પ્રદેશમાં 52.97 ટકા મતદાન થયું છે.હેમંત સોરેન પર ભાજપનો આરોપપૂર્વ મુખ્ય મંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેન અને તેમનાં પત્ની કલ્પના સોરેન પર ભાજપે આચારસંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. તેઓ પોતાની પાર્ટીના ચિહ્નવાળો ખેસ નાખીને મત આપવા આવ્યાં હતાં.ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પરિવાર સાથે રાંચીમાં મતદાન કર્યું હતું.ભાજપનો બોગસ મતદાનનો આરોપભાજપે પશ્ચિમ બંગાળની બૈરકપુર લોકસભા બેઠક પર બોગસ મતદાનનો આરોપ લગાવ્યો છે. ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ-કૉન્ફરન્સ કરીને કહ્યું કે આ બેઠક પરના ભાજપના ઉમેદવાર અર્જુન સિંહ સાથે તૃણમૂલ કૉંગ્રેસના ગુંડાઓએ ધક્કામુક્કી કરી હતી. તેમજ તેમણે બૈરકપુર મતક્ષેત્રમાં ફરી વાર મતદાનની માગ કરી હતી.મતદાન માટે રાજનાથ સિંહ લાઇનમાં ઊભા રહ્યા હતા. લખનૌમાં રાજનાથ સિંહે કહ્યું કે ભાજપ માટે મહાગઠબંધન કોઈ પડકાર નથી. હું મહાગઠબંધનના ઉમેદવાર વિશે કંઈ નહીં કહું, કેમ કે મારા મતે ચૂંટણી વ્યક્તિઓ પર નહીં, મુદ્દાઓ પર લડાય છે.આ સાત રાજ્યોમાં બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે.પાંચમા તબક્કામાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યૂપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ)નાં અધ્યક્ષા સોનિયા ગાંધી, કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, મહેબૂબા મુફ્તી સહિતના દિગ્ગજોનું રાજકીય ભાવિ ઈવીએમ (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)માં સીલ થઈ જશે.51 બેઠક ઉપર કુલ 674 ઉમેદવાર ચૂંટણીજંગમાં છે. આ તબક્કાનું મતદાન પૂર્ણ થતાં લોકસભાની કુલ 425 બેઠક માટે મતદાન પૂર્ણ થઈ જશે.પાંચમા તબક્કામાં કુલ આઠ કરોડ 75 લાખ (ચાર કરોડ 63 લાખ પુરુષ તથા ચાર કરોડ 12 લાખ મહિલા) નાગરિકો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

 1. બિહારમાં બપોરે એક વાગ્યા સુધી 32.24 ટકા તથા મધ્ય પ્રદેશમાં સાત બેઠક માટે સરેરાશ 38 ટકા મતદાન નોંધાયું છે.
 2. પશ્ચિમ બંગાળની બરાકપોર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અર્જુનસિંહે આરોપ મૂક્યો છે કે તેમની ઉપર તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
 3. બસપા સુપ્રીમો માયાવતી તથા ગૃહ મંત્રી રાજનાથસિંહે લખનૌમાં મતાધિકારનો ઉપયોગ કર્યો.
 4. સોમવારે જમ્મુ અને કાશ્મીરની અનંતનાગ બેઠક હેઠળ આવતાં પુલવામામાં મતદાન ચાલુ. તા. 14મી ફેબ્રુઆરીના અહીં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના કાફલા ઉપર ઉગ્રવાદી હુમલો થયો હતો, જેમાં 40થી વધુ જવાનોનાં મૃત્યુ થયાં હતાં.
 5. જયપુર ખાતે કેન્દ્રીય પ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠોડ તથા તેમનાં પત્નીએ મતાધિકારનો ઉપયોગ કર્યો.

  ક્યાં-ક્યાં મતદાન

 બિહાર : સીતામઢી, મધુબની, મુજફ્ફરપુર, સારણ તથા હાજીપુર

  જમ્મુ અને કાશ્મીર : અનંતનાગ તથા લદ્દાખ

 ઝારખંડ : કોડરમા, રાંચી, ખૂંટી અને હઝારીબાગ

પશ્ચિમ બંગાળ : બનગાંવ, બરાકપુર, ઉલુબેડિયા, શ્રીરામપુર, હુગલી તથા આરામબાગ

ઉત્તર પ્રદેશ : અમેઠી, રાયબરેલી, બાંદા, લખનૌ, ધૌરહરા, ગોંડા, સીતાપુર, મોહનલાલગંજ, ફતેહપુર, બારાબંકી, ફૈઝાબાદ, બહરાઇચ તથા કૈસરગંજ

રાજસ્થાન : શ્રીગંગાનગર, બીકાનેર, ચુરુ, ઝુંઝુનુ, સિકર, જયપુર (ગ્રામીણ), જયપુર, અલવર, ભરતપુર, કરૌલી-ધૌલપુર, દૌસા તથા નાગૌર

મધ્ય પ્રદેશ : ટિકમગઢ, દમોહ, ખજૂરાહો, સતના, રીવા, હોશંગાબાદ, બૈતૂલ674 ઉમેદવાર ચૂંટણીજંગમાંઍસોસિયેશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ્સે પાંચમા તબક્કામાં ચૂંટણીજંગમાં ઝંપલાવનારા 674માંથી 668 ઉમેદવારોની ઍફિડેવિટનું વિશ્લેષણ કર્યું હતું.રાષ્ટ્રીય પક્ષોના 149, પ્રાદેશિક પક્ષોના 31, માન્ય ન હોય તેવા દળોનાં 236 તથા 252 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું છે.પાંચમા તબક્કામાં કુલ 79 મહિલા ઉમેદવારોએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું છે.રિપોર્ટ મુજબ, 668 ઉમેદવારોમાંથી 19 ટકા ઉમેદવારો ઉપર કેસ ચાલી રહ્યા છે. 14 ટકા ઉમેદવારો ઉપર ગંભીર પ્રકારના કેસ ચાલી રહ્યા છે.એડીઆરના રિપોર્ટ મુજબ, 28 ટકા ઉમેદવાર કરોડપતિ છે, જ્યારે પાંચમા તબક્કામાં ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. 2.57 કરોડ છે.

 • 126 ઉમેદવારો ઉપર કેસ દાખલ
 • 95 ઉમેદવારો ઉપર ગંભીર કેસ દાખલ
 • 184 ઉમેદવારો કરોડપતિ
 • ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. 2.57 કરોડ
 • પક્ષ મુજબ વાત કરીએ તો ભાજપના 48 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. 6.91 કરોડ છે. જ્યારે કૉંગ્રેસના 45 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. 8.74 કરોડ
 • બસપાના 33 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. 3.32 કરોડ તથા સપાના નવ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. 31.57 કરોડ

  પૂનમ સિંહા સૌથી ધનવાન ઉમેદવાર

પાંચમા તબક્કામાં ધનિક ઉમેદવારોની યાદીમાં પૂનમ સિંહા ટોચ ઉપર છે. તેમની પાસે રૂ. 193 કરોડ કરતાં વધુની સંપત્તિ છે.સિંહા લખનૌ બેઠક ઉપરથી સમાજવાદી પાર્ટીનાં ઉમેદવાર છે. તેમની સામે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહ છે.સીતાપુરની બેઠક ઉપરથી પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (લોહિયા)ના ઉમેદવાર વિજય કુમાર મિશ્રા બીજા ક્રમે છે. તેમની પાસે રૂ. 177 કરોડથી વધુની સંપત્તિ છે.યશવંત સિંહાના પુત્ર અને હઝારીબાગની (ઝારખંડ) બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર જયંત સિંહા ત્રીજા ક્રમે સૌથી ધનવાન ઉમેદવાર છે. તેમની પાસે રૂ. 77 કરોડથી વધુની સંપત્તિ છે.