લોકડાઉનનો ભય ઉભો કરી પરપ્રાંતીયોને સલામત ઘરે પહોંચડવાના નામે પૈસા પડાવતા ટ્રાવેલ્સ સંચાલકની ધરપકડ કરાઈ

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત ભરૂચ ;-કોરોનાના કહેર વચ્ચે હવે લોકો ફફડી રહ્યા છે ત્યારે ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં વસેલા પરપ્રાંતિયોને લોકડાઉનનો ભય બતાવી વતન જવા માટે બમણાં રૂપિયા ખંખેરી અફવા ફેલાવતા ટ્રાવેલ્સ સંચાલકની ધરપકડ કરાઈ છે.પોલીસ ઈન્સકેપિટર ડી પી ઉનડકટને લોકડાઉનનો ખોટો હાઉ ઉભો કરી ટ્રાવેલ્સ સંચાલક દ્વારા પરપ્રાંતિયો પાસે લૂંટ ચલાવાતી હોવાની માહિતી મળી હતી. ઝાડેશ્વર ચોકડી પાસે આવેલ ગજાનંદ કોપ્લેક્ષમાં દુકાન નં -12 મા આવેલી રાઠોડ ઍન્ડ શ્રી લક્ષ્‍મી ટ્રાવેલ્સ એજેન્શીના સંચાલક થનારામ ધનારામ જાટ રહે. ઝાડેશ્વર પોતાની પાસે બહારના રાજ્યમાં જવા માટે ટ્રાવેલ્સની ટીકીટ લેવા આવતા પરપ્રાન્તીય મંજુર વર્ગના વ્યક્તિઓમાં કોરોના વાયરસ મહામારીને લઈને લોકડાઉનની અફવા ફેલાવતો હતો.થોડા દિવસમાં ભરૂચમા લોક ડાઉન થઈ જવાનું છે તેવી અફવા ફેલાવી આ ટ્રાવેલ્સ સંચાલક પટના લખનઉ , કાનપુર , ખાતે જવુ હોય તો તાત્કાલીક ટીકિટ કરાવી દો નહીતર થોડા દિવસ પછી લોક ડાઉન થઈ જશે તેમ કહેતો હતો. તમામ પ્રકારનો વાહન વ્યવહાર બંધ થઇ જશે ટીકીટ પણ મળશે નહી તેવુ જણાવી હાલમાં ચાલી રહેલા નોવેલ કોરોના વાઈરસ મહામારીમાં પોતાના આર્થીક ફાયદા સારૂ ખોટી અફવા ફેલાવી લોકો પાસેથી વધારે પૈસા મેળવી ટીકીટોનું વેચાણ કરી રહ્યો હતો.સી દીવીવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ડી પી ઉનડકટ દ્વારા રાઠોડ ઍન્ડ શ્રી લક્ષ્‍મી ટ્રાવેલ્સની ઓફીસમાં ગ્રાહક મોકલી તપાસ ક આર્થીક લાભ માટે પરપ્રાંતીય મજુર વર્ગના લોકો પાસે નીયત ભાડા કરતા વધારાના ભાડાની ટીકીટોનું વેચાણના કારસાનો પર્દાફાશ થયો હતોપોતાની ઓફીસ ઉપર લોકોના ટોળા ભેગા કરી કોરોના વાઈરસ ફેલાવતો હોય તે રીતે બીજાની જીંદગી જોખમમાં નાખી બેદરકારી ભર્યું વર્તન તેમજ પરપ્રાન્તીય મજુર વર્ગના વ્યક્તિઓમાં ખોટી અફવા ફેલાવી મજુરોમા લોકડાઉન થવાનો ભય ફેલાવવાનું કૃત્ય બદલ ટ્રાવેલ્સ સંચાલક સામે આપદા પ્રબંધન અધિનિયમ એક્ટ તથા એપેડેમીક ડીસીઝ એક્ટ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.