રૂપાણી-પટેલની રવાનગીની અટકળો વચ્ચે અમિત શાહ અચાનક ગુજરાતની મુલાકાતે…?

શેર કરવા અહીં ક્લિક કરો.

ગાંધીનગર, તા.1
ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને ભાજપમાં ઉથલપાથલ શરૂ થઈ હોવાના અટકળો વચ્ચે આવનારા બે-ત્રણ દિવસમાં ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ અમિત શાહની ગુજરાત મલાકાતના વહેતા થયેલા અહેવાલોએ રાજ્યના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. સામાન્યરીતે અમિત શાહને અન્ય રાજ્યો કે જ્યાં ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે ટાઇટ શિડ્યુલ છતાં તેમને ગુજરાત દોડી આવવું પડી રહ્યું છે તે એ વાતનો કોઇ પરોક્ષ ઇશારો છે કે ભાજપ અને સરકારમાં ગુજરાતના નવા નાથ અંગે કંઇકને કંઇક ગડમથલ ચાલી રહી છે.
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં 2019ની ચૂંટણીઓ પહેલાં નેતૃત્વ પરિવર્તન કરીને પાટીદાર સમાજના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને મુખ્યમંત્રી બનાવીને વિજય રૂપાણી અને નીતિન પટેલને લોકસભા ચૂંટણીમાં લડાવી દિલ્હી મોકલવામાં આવે તેવી વિવિધ અટકળો ચાલી રહી છે.
જોકે લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાતની તમામ 26 બેઠકો ફરીથી જીતવા માટે પાટીદારોની નારાજગી ભાજપને પાલવી શકે નહીં તેથી વિજય રૂપાણીના સ્થાને પાટીદાર સમાજમાંથી માંડવીયા અથવા બીજા કોઇ પાટીદારને સત્તાના સૂત્રો સોંપવામાં આવે અને છેલ્લા કેટલાંક સમયથી નીતિન પટેલનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે અને તેમને દૂર કરાશે એવી અટકળો ચાલી રહી છે તે વાતનો પણ અંત આવી જાય કારણ કે પાટીદાર નેતા માંડવીયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે તો દેખીતી રીતે રૂપાણી દૂર થાય અને તેની સાથે નીતિન પટેલને પણ સરકારમાંથી દૂર કરવામાં આવે.
જોકે નીતિન પટેલે જ ભાજપ સાથે છેડો ફાડી નવું જૂથ રચવાનો નિર્ણય લીધો હોવાની પણ અટકળો જોર-શોરથી ચાલી હતી અને આ બાબતની ગુજરાત અને કેન્દ્રીય ભાજપમાં નોંધ લેવાઇ હોવાનાં સંકેત મળ્યા છે જેના પગલે ભાજપના અગમચેતી પ્લાન અંતર્ગત ડેમેજ કંટ્રોલ એક્સસાઇઝ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે નીતિન પટેલે ટ્વિટ કરીને અને માંડવિયાએ વડોદરામાં પત્રકારો સમક્ષ ખુલાસો કર્યો હતો કે જે અફવાઓ ચાલી રહી છે તે ખોટી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.