પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત રાતે રાષ્ટ્રજોગ સંબોધન કરીને લૉકડાઉન-4.0 અને દેશ માટે 20 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. ત્યારે આ રાહત પેકેજમાં કઇ-કઇ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે તે અંગે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, સમાજના કેટલાય વર્ગો સાથે વાતચીત કરીને રાહત પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે. પેકેજના માધ્યમથી ગ્રોથને વધારવાનો છે. ભારતને આત્મનિર્ભર બનાવવાનું છે. માટે જ તેને આત્મનિર્ભર ભારત અભિયાન તરીકે ઓળખવામાં આવે છે.

આત્મનિર્ભર ભારતનો અર્થ એક આત્મવિશ્વાસી ભારત

આત્મનિર્ભર ભારતનો અર્થ એક આત્મવિશ્વાસી ભારત છે, જે સ્થાનિક સ્તરે ઉત્પાદનો બનાવીને વૈશ્વિક ઉત્પાદનમાં ફાળો આપે છે,નહીં કે તે પોતાના પુરતું સીમિત રહે

નિર્મલા સીતારમણની પ્રેસ કોન્ફરન્સના અગત્યના મુદ્દા

ગઈ કાલે પીએમ મોદીએ સમાજના તમામ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને અને તમામ મંત્રાલયો સાથે ચર્ચા કરીને દેશની વૃદ્ધિ વધારવા અને આત્મનિર્ભર બનાવવા માટે આ પેકેજની જાહેરાત કરી છે : નિર્મલા સિતારમણ
પ્રધાનમંત્રી મોદીએ પેકેજ જાહેર કરી દેશ સામે નવું વિઝન રાખ્યુંઃ નાણામંત્રી સિતારમણ
લોકલ બ્રાન્ડ્સનું વૈશ્વિક સ્તરે વેલ્યુએશન થાય તે ધ્યેય, PPE અને માસ્કનું ઉદાહરણ દર્શાવે છે કે ભારત પાસે અખૂટ ક્ષમતા છે : નિર્મલા સીતારમણ
રાહત પેકેજ માટે તમામ મંત્રાલયો અને સમાજના ઘણા વર્ગો સાથે પણ આની ચર્ચા થઈ છેઃ નાણામંત્રી
નિર્મલા સિતારમણે કહ્યું આત્મનિર્ભર ભારત એટલે એનો અર્થ એવો નથી કે દેશને વૈશ્વિક બજારથી આઈસોલેટ કરવો
સતત ત્રણ દિવસ પેકેજ પર વિસ્તૃત જાહેરાત થશે

PM મોદી દ્વારા 20 લાખ કરોડના પેકેજની જાહેરાતના પગલે આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત ત્રણ દિવસ આ પેકેજ પર વિસ્તૃત જાહેરાત કરશે. જેમાં આજે ગરીબો માટે જાહેરાતો થશે, કાલે મધ્યમવર્ગ અને ઉદ્યોગો માટે અને શુક્રવારે કંપનીઓ માટે જાહેરાત કરશે.દેશની GDPના 10 ટકા જેટલું રાહત પેકેજ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટ વચ્ચે મંગળવારે ચોથી વાર દેશને સંબોધન કર્યુ હતું. રાષ્ટ્રને સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ રોગચાળા અને લોકડાઉનથી અસરગ્રસ્ત અર્થતંત્રને પુનર્જીવિત કરવા અને ખેડૂત, મજૂર, મધ્યમ વર્ગના લોકો સહિતના તમામ અસરગ્રસ્ત વર્ગ અને વિસ્તારોને રાહત આપવા માટે રૂ .20 લાખ કરોડના વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજ દેશની GDPના 10 ટકા જેટલું છે.

Contribute Your Support by Sharing this News: